ુરાજકોટ તા.14
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદ હત્યાના આરોપી અને ગોંડલના આકાશ આડતીયા તેમજ લીંબડીના અફરોજબિને કંટાળીને દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ ગોંડલના આકાશ હસમુખ આડતીયા (ઉ.23) ગોંડલમાં કરેલ હત્યાના ગુનામાં દોષીત થતા રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ હતો. જયાં તેમને જેલમાં કંટાળીને પોતાની બેરેકમાં બીમારીનો દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન થઈ ઢળી પડયો હતો. જેને જેલના સ્ટાફે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો.
બીજા બનાવમાં લીંબડીના રહીશ અફરોજબીન સૈયદબીન બીનફરીદા (ઉ.38) એ પાંચ વર્ષ પહેલા કરેલા મર્ડર કેસમાં 302ના આરોપી તરીકે સજા પડી હતી જે પાંચ વર્ષથી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ હતો. જેમની ગત રોજ તારીખ હોવાથી કોર્ટ ગયો હતો. જયાં જજ ગેરહાજર હોય તારીખ પડતા કંટાળીને પોતાની બેરેકમાં બીમારીની દવાનો ઓવરડોઝ પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.