તાજ મહેલમાં હિન્દુ દેવી-દેવતાની મૂર્તિ હોવાના કોઈ પુરાવા નથી

14 May 2022 12:49 PM
India
  • તાજ મહેલમાં હિન્દુ દેવી-દેવતાની મૂર્તિ હોવાના કોઈ પુરાવા નથી

નવીદિલ્હી તા.14
આગ્રામાં વિશ્વની અજાયબી સમા અને પ્રેમના પ્રતીક તાજમહેલમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાની જાહેર હિતની કરાયેલી અરજી મામલે તાજેતરમાં હાઈકોર્ટે ફટકાર લગાવી અરજી ફગાવી હતી અને અરજદારને રિસર્ચ કરીને ઈતિહાસ જાણીને અરજી કરવાનું કહ્યું હતું.

ત્યારે આ મામલે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તાજમહેલમાં કોઈ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તાજ મહેલના 22 રૂમના દરવાજા ખુલ્લં જ છે અને તેમાં દેવી-દેવતાઓની કોઈ મૂર્તિ જ નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિભાગના અધિકારીઓએ જે પણ રિસર્ચ કે તપાસ કરી છે તેમાં મૂર્તિઓનું કોઈ અસ્તિત્વ હોવાના પુરાવા નથી મળ્યા. તાજ મહેલ અંગે ઉંડી જાણકારી રાખનારાઓની વાત માનીએ તો મકબરામાં 100થી વધુ સેલ છે. જે સુરક્ષાના કારણે જનતા માટે બંધ રખાયા છે. સાથે જ આ સેલમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ હોવાની જાણકારી નથી મળી.


Related News

Loading...
Advertisement
Advertisement