મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

14 May 2022 01:15 PM
Morbi
  • મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તા.14
મોરબી વીસીપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં વાડી વિસ્તારમાં રહેતા સિરાજ રસુલભાઇ ભટ્ટી (27) એ ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની બી ડીબીઝ્ન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી તપાસનીશે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન પરિણીત છે અને તેની માનસિક દવા ચાલી રહી હતી દરમ્યાન તેને આપઘાત કરી લીધો છે.

વૃધ્ધાનું મોત
વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતા હુરબાઇબેન આહમદભાઇ કટીયા (90) પોતાના ઘર પાસે વાડામાં લાકડા કાપવા માટે ગયા હતા ત્યારે પોતાના જ હાથમાં ધારિયું વાગી જતાં તેનું મોત નીપજયું હતું જેની મૃતક મહિલાના દીકરાએ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


Loading...
Advertisement
Advertisement