મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

14 May 2022 01:17 PM
Morbi Crime
  •  મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

*ગ્રાહકને લડયા વગર ન્યાય મળતો જ નથી!

મોરબી તા.14
મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ભગોળી વાડીમાં રહેતા અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિના અકસ્માતનો કેસ ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ સામે દાખલ કરેલ હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને રૂપિયા પાંચ લાખ ત્રણ વર્ષના છ ટકાનાં વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.

મોરબીના રવાપરાના વતની અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિ શાંતિલાલભાઇનું ચોટીલા જતા રસ્તામાં મોટરસાઇકલ સ્લીપ થતા મૃત્યુ થયેલ હતુ. અને ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપનીએ વીમો ચુકવવાનીના પાડી દેતા અનસોયાબેને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીસનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહકે કોર્ટ દ્વારા ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપનીને અનસોયાબેનને રૂપિયા પાંચ લાખ ત્રણ વર્ષના છ ટકા વ્યાજ લેખે ચુકવવાનો હુકમ કરેલ છે.

ગ્રાહકે પોતાના હકહિત માટે લડવું જોઇએ. કોરોના ગયા પછી વિમા કંપની મેડીકલેઇમ કે અન્ય વિમા આપવામાં હાથ ઉંચા કરી રહી છે. તેવી ફરીયાદ આવે છે. ગ્રાહકે પોતાના હક માટે ગમે ત્યારે સંપર્ક કરી શકે છે તે માટે પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.98257 90412) અથવા રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણી (0281- 2471122) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement