મોરબીના વીસીપરામાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો!

14 May 2022 01:20 PM
Morbi
  • મોરબીના વીસીપરામાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો!

છેલ્લા વર્ષોમાં મોરબી શહેરમાં ભૂગર્ભની સમસ્યાઓને ઉકેલવા માટે પાલિકા દ્વારા લાખો નહી પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખવામાં આવેલ છે જો કે, આજની તારીખે મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર વહેતા હોય અથવા તો ભરાયેલા હોય તેવું જોવા મળે છે ત્યારે વીસીપરામાં એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા 10 દિવસથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસ સામે મુખ્યમાર્ગ ઉપર નગરપાલિકાની બેદરકારીના લીધે વહેતો વિકાસ દેખાઇ રહયો છે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા હોવાથી લોકોને ના છૂટકે તે ગંદકીમાંથી પસાર થવું પડે છે સમસ્યાના લીધે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત મેરિટાઇમ બોર્ડેનો મુખ્ય દરવાજો આવન જાવન માટે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હવે તો પાલિકામાં વિપક્ષ પણ નથી તો પણ આ વહેતો વિકાસ બંધ કેમ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement