રાજકોટમાં આજે કોરોનાના 3 નવા દર્દી, જાણો ક્યાં વિસ્તારમાં કેસ નોંધાયા

14 May 2022 07:58 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટમાં આજે કોરોનાના 3 નવા દર્દી, જાણો ક્યાં વિસ્તારમાં કેસ નોંધાયા

● ગઈકાલ સુધી રાજકોટમાં 2 એક્ટિવ કેસ હતા, આજે 2 દર્દી સાજા થતા હાલ 3 એક્ટિવ કેસ થયા ● અમદાવાદમાં 20 સહિત રાજ્યમાં 31 કેસો : 24 દર્દી ડિસ્ચાર્જ

રાજકોટ, તા.14
રાજકોટમાં આજે કોરોનાના 3 નવા દર્દી સામે આવ્યા છે. ગઈકાલ સુધી રાજકોટમાં 2 એક્ટિવ કેસ હતા, આજે 2 દર્દી સાજા થતા હાલ 3 એક્ટિવ કેસ થયા છે. આ તરફ અમદાવાદમાં 20 સહિત રાજ્યમાં 31 કેસો નોંધાયા છે. જ્યારે 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટના રેસકોર્સ રોડ પર 1 કેસ અને પૂજારા પ્લોટમાં કોરોનાના નવા 2 દર્દી નોંધાયા છે. રેસકોર્સ રોડ પર 29 વર્ષીય યુવક અને પૂજારા પ્લોટમાં 66 વર્ષીય વૃદ્ધ તેમજ 20 વર્ષીય યુવતી સંક્રમિત થયા છે. મનપાના આરોગ્ય વિભાગે નવા નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી છે.

● રાજ્યમાં હાલ 218 એક્ટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 31 કેસો સામે 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજયમાં 218 એક્ટિવ કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 20, વડોદરા 6, રાજકોટ 3, ભરૂચ - સુરત 1 કેસ નોંધાયો છે.

રાજયમાં 2 દર્દી વેન્ટીલેટર ઉપર છે, ક્યારે 216 દર્દીઓ સ્ટેબલ છે રાજયનો કુલ મૃત્યુઆંક 10944 તથા પોઝીટીવ કેસનો આંક 1224688 પર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement