ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક: હાર્દિકે કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું જ, પણ નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે

15 May 2022 05:41 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક: હાર્દિકે કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું જ, પણ નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે
  • ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક: હાર્દિકે કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું જ, પણ નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે
  • ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક: હાર્દિકે કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું જ, પણ નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે

શ્રી રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રા ખોડલધામ પહોંચી, નરેશ પટેલે સ્વાગત કર્યું​​​​​​​

રાજકોટ :
લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક ખોડલધામમાં આજે પાટીદાર આગેવાનો વચ્ચે બેઠકો યોજાઈ હતી. પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક શરૂ કરી છે. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું, અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી છે. નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે બાદ 22થી 25 કેસ પાછા ખેચાયા હોવાથી તેમનો આભાર માનવા પણ આવ્યા હતા. હજી 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ.

હાર્દિક પટેલે જણાવ્યું કે અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી આજસુધી. 2015 હોય, 2017 હોય અમે અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે જોડવાનું કામ કર્યું છે. અમે કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. નરેશભાઈને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ડાયરેક્ટ ચર્ચા થઈ છે. આથી લોકલ નેતાઓ સાથે શું ઇસ્યુ છે તેનો મને વધારે ખ્યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે, ટૂંક સમયમાં ત્યાંથી જ નિર્ણય આવી જશે. નરેશભાઈએ રાજકારણમાં જોડાવું જોઈએ. સમાજહિતનું કામ રાજકારણમાં આવીને સારી રીતે કરી શકે. નરેશભાઈના આવવાથી ગુજરાતના લોકોને મોટો ફાયદો થશે. નરેશભાઈ કોગ્રેસમાં આવશે તો મારે બીજા કોઈને પૂછવાની જરૂર જ નહીં રહે.

ખોડલધામ પાટીદાર સમાજની નિમિત સંસ્થા છે પણ હકિકતમાં સર્વસમાજની આસ્થાનું કેન્દ્ર છે. જો હું ઉદયપુર ગયો હોત તો મારા સમાજના સર્વમાન્ય નેતાને મળી શક્યો ન હોત. ગઇકાલે ઉદયપુર ગયો હતો તો સુરેન્દ્રનગરના એક કાર્યકરના કાર્યક્રમમાં ન જઈ શક્યો હતો. જ્યા સુધી મુદ્દાનું નિરાકરણ ન આવી શકે ત્યાં સુધી હું ત્યાં જઈને શું ચર્ચા કરી શકીશ, તેવું હાર્દિક પટેલે જણાવ્યું.


Related News

Loading...
Advertisement
Advertisement