દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને પૂ.મોરારીબાપુની સહાય: પ્રાર્થના કરાઈ

16 May 2022 10:51 AM
Bhavnagar
  • દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને પૂ.મોરારીબાપુની સહાય: પ્રાર્થના કરાઈ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.16
બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પૂજ્ય બાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્યેક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવેલ છે.


Loading...
Advertisement
Advertisement