ચૂંટણી તૈયારીઓ શાર્પ હોવી જોઈએ: અમીત શાહે વિજય મંત્ર આપ્યો

16 May 2022 04:17 PM
Rajkot Gujarat Politics
  • ચૂંટણી તૈયારીઓ શાર્પ હોવી જોઈએ: અમીત શાહે વિજય મંત્ર આપ્યો
  • ચૂંટણી તૈયારીઓ શાર્પ હોવી જોઈએ: અમીત શાહે વિજય મંત્ર આપ્યો
  • ચૂંટણી તૈયારીઓ શાર્પ હોવી જોઈએ: અમીત શાહે વિજય મંત્ર આપ્યો

ભાજપની ચિંતન શિબિરમાં મંત્રીઓની પણ ઉપસ્થિતિ: 7 માસની કામગીરીની સમીક્ષા અને છ માસનાં એજન્ડા નિશ્ચિત: ગુજરાત ભાજપની ચિંતન શિબિર સંપન્ન

રાજકોટ તા.16
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે ભાજપની તૈયારીઓને આખરી ઓપ આપવા તથા હાલ સરકાર અને સંગઠનની સજજતા તપાસવા અને ચૂંટણી પ્રચાર સહિતના વ્યુહરચના નિશ્ચિત કરવા બાવળાની કેન્સવીલે ખાતે યોજાઈ રહેલી ભારતીય જનતા પક્ષની ચિંતન શિબિરની આજે સમાપ્તી સાથે જ હવે પક્ષ આ શિબિરના એજન્ડા પર એકશનમાં આવી જશે અને ખાસ કરીને આજે બીજા દિવસની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય મેન્ટર જેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા શ્રી અમીત શાહ ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સીનીયર મંત્રીઓની બેઠક યોજાઈ હતી અને તેમાં સરકારની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

ખાસ કરીને છેલ્લા સાત માસમાં ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જે પગલા લેવાયા છે અને સરકારી યોજનાઓના અમલ અંગે પણ એક રિપોર્ટ રજુ કરાયો હતો તો નવેમ્બરમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે મહત્વના પ્રોજેકટની પણ સમીક્ષા થઈ હતી અને હવે વિવિધ મોરચાઓના પ્રમુખોએ પણ આ બેઠકમાં તેમનો રિપોર્ટ રજુ કર્યો હતો.

આગામી સપ્તાહમાં ભાજપની પ્રદેશ કારોબારી મળશે
ગુજરાતમાં એક પછી એક એજન્ડા પર આગળ વધી રહેલા ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી આગામી સપ્તાહ એ મળશે જેમાં પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત ભાજપના મેન્ટર સમાન અમીત શાહ પણ હાજરી આપશે તથા આ કારોબારીમાં પક્ષના સંગઠનને પ્રથમ ત્રણ માસ જુન, જુલાઈ અને ઓગષ્ટ કે જે ગુજરાતમાં ચોમાસાના માસ ગણાય છે તેમાં પણ ચૂંટણી તૈયારીઓ ધીમી ન પડે તે માટેના આયોજન ઘડી કઢાશે.

ચિંતન શિબિરમાં ‘આપ’ની પણ ચિંતા થઈ
અમિત શાહે પસંદગીના સાથીદારો સાથે ‘કેજરીવાલ’ એજન્ડા ચર્ચયો હોવાનો સંકેત
ગુજરાતમાં ચૂંટણી સંદર્ભની તૈયારીમાં આમ આદમી પાર્ટી પણ હવે ભાજપનો એક એજન્ડા હોય તેવા સંકેત છે. હાલ ચાલી રહેલી ચિંતન શિબિરના પ્રથમ દિવસે અલગ બંધબારણે બેઠક કરી હતી અને તેમાં રાજયમાં હાલ જે રીતે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને આ પક્ષના મેન્ટર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલા દક્ષિણ ગુજરાત અને હાલમાં સૌરાષ્ટ્રમાં જે રીતે પક્ષનો પ્રભાવ વધારવા માટે જંગી જાહેરસભા યોજી ગયા તેની ગંભીર નોંધ પણ લેવાઈ હોવાના સંકેત છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ માટે ભાજપનો ચૂંટણી વ્યુહ અલગ છે અને આમ આદમી પાર્ટી માટે પણ અલગ એજન્ડા બનાવવા અમીત શાહ એ ખાસ સૂચના આપી હોવાનું માનવામાં આવે છે તથા આગામી દિવસોમાં ખાસ કરીને કેજરીવાલની જાહેરસભાઓ તથા ‘આપ’માં કોઈ મોટા માથા જોડાય છે કે કેમ તેના પર પણ પક્ષ નજર રાખશે.


Related News

Loading...
Advertisement
Advertisement