રાજકોટ, તા.16
ભુદેવ સેવા સમિતિ ધ્વારા આવતીકાલે તા.15/5ના રવીવારના સવારે 9:30 કલાકે જામનગર રોડ સ્થિત ટીજીએમ ખાતે બ્રહ્મસમાજના ઉત્કર્ષ માટે બ્રહ્મસેવકોની એક દિવસીય વૈચારીક ચિંતન શિબીર-વિચાર -ગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એસી. હોલ, શીબીરાર્થીઓ માટે સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે હાઈટી જેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ ચિંતન શિબીરમાં ઝાલાવાડ 17 તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, શ્રીમાળી બ્રહ્મસમાજ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિધા પ્રસારક મંડળ, ગુજરાતી શ્રીગોળ માળવીયા બ્રહ્મસમાજ, હળવદ મીત્રમંડળ, રેલવે બ્રહ્મસમાજ, હડીયાળા ચોવીસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, સારસ્વત બ્રહ્મસમાજ, રાજગોર સોશ્યલ ગ્રુપ, બ્રહ્મ ડોકટર્સ ગ્રુપ, બ્રહ્મ કર્મચારી મંડળ, ઔદીચ્ય ગુજરાતી 450 શુભેચ્છક મંડળ, મોઢ ચતુર્વેદી બ્રહ્મસમાજ, નથુ તુલસી બ્રહ્મસમાજ, મોરબી-વાંકાનેર બ્રહ્મસમાજ, ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ચિંતન શીબીરમાં વિવિધ વિષયો જેમકે આધ્યાત્મીક સત્ર, સામાજીક સંગઠન સત્ર,પ્રેરણાત્મક સત્ર,શૈક્ષણીક અને રોજગાર સત્ર અને રાજકીય સત્ર જેવા સત્રો 52 વિવિધ વકતાઓ વકતવ્ય આપશે.
આ અતંગર્ત ભુદેવ સેવા સમિતિ આયજીત આ ચિંતન શીબીરમાં જોડાવવા માટે ભુદેવો ધ્વારા ભુદેવ સેવા સમિતિના કાર્યાલય ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ ચિતંન શીબીરમાં અપેક્ષીત શ્રેણીના ભુદેવો ઉપસ્થિત રહેશે. આ ચિંતન શીબીરમાં વિવિધ તળગોળોના ખાસ આમંત્રીત પ્રમુખો અને બ્રહમસેવકો આ શીબીરમાં જોડાશે: અપેક્ષીત શ્રેણી માટે સમાજના ઉત્કર્ષ માટે ચર્ચા-પરામર્શ કરાશે તેમજ જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ઉપલેટા, ધોરાજી, ગોંડલ, વડીયા સહીતના તાલુકા અને જિલ્લાઓમાંથી બ્રહમઆગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ આ ચિંતન શીબીરમાં ભુદેવોને આશિર્વાદ આપવા માટે સાધુ-સંતો, વિવિધ ક્ષેત્રના કલાકારો ઉપસ્થિત રહેશે.