ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસાની એન્ટ્રી: એ પહેલા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ

18 May 2022 02:15 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસાની એન્ટ્રી: એ પહેલા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ

* હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી

* હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં 10 જૂન બાદ ચોમાસુ બેસસે, 24 મે આસપાસ ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદ, તા.18
હાલ કાળઝાળ ગરમીનો સામનો કરતા ગુજરાતીઓને ઠંડક આપતા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારું રહેશે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ શરુ થશે. વરસાદ પહેલા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ આવશે.

અંબાલાલ પટેલની આગાહીની સાથે સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજયમાં 10 જૂન પછી ચોમાસુ બારણે ટકોરા મારશે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. જયારે 24 મે ની આસપાસ રાજયમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

રાજયમાં 24 મે થી 6 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલા રાજયમાં હળવું વાવાઝોડુ આવશે સાથે સાથે ઉતર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલા હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદ પહેલા વાવાઝોડુ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેરળમાં ચોમાસુ નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ પહેલું એટલે કે 27 મે ના રોજ આવી પહોંચવાની શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement