જામનગર જિલ્લામાં કોરોનાએ ફરી પંજો ફેલાવ્યો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 પોઝિટિવ નોંધાતા દોડધામ

18 May 2022 08:50 PM
Jamnagar Saurashtra
  • જામનગર જિલ્લામાં કોરોનાએ ફરી પંજો ફેલાવ્યો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 પોઝિટિવ નોંધાતા દોડધામ

મોટી ખાવડી અને અને દિગ્વિજય ગ્રામ સિક્કામાં વધુ બે પોઝિટિવ કેસ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું

જામનગર, તા.18
જામનગર જિલ્લામાં કોરોનાએ ફરી પંજો ફેલાવ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ સામે આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. જામનગર જિલ્લામાં આજે મોટી ખાવડી અને અને દિગ્વિજય ગ્રામ સિક્કામાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઇ છે. જોકે બન્ને દર્દીઓને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. જે બન્ને દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી કેરળ અને મહારાષ્ટ્રની છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાં વાઈરસની ધીમા પગલે પુનઃ એન્ટ્રી થઈ ચુકી છે ૮૦ વર્ષની વયના વૃદ્ધા હાલ રાજકોટમાં સારવાર માટે દાખલ છે, અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો છે. આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement