જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા હૂ એમ આઈ- હેલ્થી બેબી કોમ્પીટીશનનું 16મા વર્ષે આયોજન

19 May 2022 05:08 PM
Rajkot
  • જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા હૂ એમ આઈ- હેલ્થી બેબી કોમ્પીટીશનનું 16મા વર્ષે આયોજન

* તા. 04 અને 05 જુન ના ચેક-અપ તેમજ 06 જુન સોમવાર ઇનામ વિતરણ કરાશે: બધી શ્રેણીઓ મળીને કુલ 60 એવોડર્સ તેમજ અન્ય ઇનામો આપવામાં આવશે

રાજકોટ, તા.19
જે.સી.આઇ. રાજકોટ સિલ્વર દ્વારા પોતાના સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજિત કરવાના હેતુની પૂર્તિ સબબ છેલ્લા 10 વર્ષથી હેલ્થી બેબી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા ઠઇંઘ અખ ઈં અને આનંદ જ્વેલરી ના સહયોગથી તા. 04 અને 5 જુનના રોજ આયોજન કરાયું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધા અંતર્ગત બાળકોને 1 થી 3 અને 3 થી 6 એમ બે વયજૂથ માટે બોય્ઝ અને ગર્લ્સ એમ બે વિભાગમાં હેલ્લી બેબી, ક્યુટ બેબી, બ્યુટીફૂલ આઈઝ બેબી, વેલ ગૃમ્ડ બેબી અને હેલ્થી હેર બેબી એમ 5 શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ 60 એવોડર્સ તેમજ અન્ય ઇનામો આપવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધકને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવશે.

સ્પર્ધકો નું ચેક-અપ નિષ્ણાત ડોક્ટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા ઠઇંઘ અખ ઈં પ્લે સ્કૂલ ખાતે 04 અને 05 જુનના રોજ સવારે 9 થી સાંજે 6 સુધી સ્પર્ધકને અગાઉથી અપાયેલ એપોઇન્ટમેન્ટ મુજબ થશે અને ઇનામ-વિતરણ 06 જુનના રોજ બપોરે 3.00 થી 6.00 હેમુ ગઢવી હોલ ખાતે થશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે ઠઇંઘ અખ ઈં પ્લે સ્કૂલ, 15 અ કોમ્પ્લેક્સ, કાલાવડ રોડ, 75 ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહિલા કોલેજ સામે, રાજકોટ સવારે 10.30 થી 1.00 અથવા સાંજે 4.00 થી 7.00 દરમ્યાન સંપર્ક કરી શકાશે.આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય 3 જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે જેની વિગત રફભયબજ્ઞજ્ઞસ ાફલય ૂૂૂ.રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ષભશફિષસજ્ઞતિંશહદયિ પર થી મળી શકશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી પ્રીતિ દુદકિયા, પ્રોજેક0ટ ક્ધસલ્ટન્ટ જેસી અતુલ આહયા, પ્રોજેકટ ચેરમેન જેસી અનીતા ચૌહાણ, સેક્રેટરી જેસી હીના નરસીયન, જોઇન્ટ- સેક્રેટરી જેસી નીરજ વણઝારા, ઉપપ્રમુખ; એ જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement