ગાંધીનગર,તા.19
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના પડતર તમામ પ્રશ્નો ઉકેલવામાં આવતા ખુલતા વેકેશનમાં તમામ શિક્ષક સંઘ અને વિવિધ મહામંડળ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર, સહિત ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ ચાર ઝોનમાં મહત્વના અધિવેશનો આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ હાજર રહેશે અને આ અધિવેશન ની તૈયારી કરવા તમામ સંકલન મંડળોને આજથી કામે લાગી જવાની સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘ સહિત વિવિધ મંડળો અને સંઘો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી જતા આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નો સન્માન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પડતર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષકો અને કર્મચારીઓના મહત્વના 8 પ્રશ્ર્નો સહીત તમામ માગણીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂરી કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત ગત મંગળવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘ ,શિક્ષક સંઘ ,મહામંડળ વહીવટી કર્મચારી મહામંડળ ,શાળા સંચાલક મહામંડળ ,ભાજપ શિક્ષણ સેલ , ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ સહીત અન્ય મહા મંડળોના હોદ્દેદારો અને અગ્રણીઓએ શિક્ષણ મંત્રીનું સન્માન કર્યું હતું આ તબક્કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન પ્રમુખ જેપી પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારે અમારી તમામ માગણીઓ ખૂબ જ ઝડપથી પૂરી કરીને પરિણામ લક્ષી કામગીરી કરી છે. ત્યારે હવે રાજ્યના તમામ શિક્ષકો અને સંઘ દ્વારા સરકારને આપેલું વચન પૂરું કરવા માટે કટીબધ્ધ હોવાનો સ્વીકાર કર્યો હતો .
અને કહ્યું હતું કે જે શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ હશે તેવી શાળાઓમાં પરિણામ લક્ષી કામગીરી કરવા માટે વાલીની સંમતીથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે તમામ શિક્ષકો દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનો એકરાર કર્યો હતોઆ તબક્કે તેમણે એક જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે ત્યારે તમામ શિક્ષક સંઘ અને મંડળો દ્વારા ખુલતા વેકેશનમાં ચાર ઝોનમાં અધિવેશન આયોજિત અને આ માટે તમામ સંકલન અને મહામંડળની આજથી કામે લાગી જવા હાકલ કરી હતી . આ તબક્કે તેમણે કહ્યું હતું કે આયોજિત થનારા અધિવેશન ની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને શિક્ષણ મંત્રી પણ હાજર રહે તેવી અપીલ પણ કરી હતી. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ અંતર્ગત કહ્યું કે રાજ્ય સરકારે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જે જવાબદારી અને વચન આપ્યું હતું તે ઝડપથી પૂરું કર્યું છે જોકેઆ પ્રશ્નોના નિરાકરણ કરવાથી રૂપિયા 368 કરોડનો વધારાનો બોજો પણ રાજ્ય સરકારની તિજોરી ઉપર પડશે.