નવી દિલ્હી,તા. 19
ટેરર ફંડીંગ કેસમાં કાશ્મીરનાં અલગાવવાદી નેતા યાસીન મલિકને અપરાધી જાહેર કરાયો છે. એનઆઈએની વિશેષ અદાલતે આ ફેસલો આપ્યો છે,હવે 25મી મેએ યાસીન મલિકની સજા પર દલીલો થશે. બીજી બાજુ આ મામલે પાકિસ્તાને યાસીન મલિક સામે મનઘડંત આરોપ લગાવવાની ભારતની નિંદા કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટેરર ફંડીંગ કેસમાં કાશ્મીરનાં અલગતાવાદી નેતા યાસીન મલિકને દોષી જાહેર કરાયો છે. ખુદ અલગાવવાદી નેતાએ પણ આતંકી ગતિવિધિની કબૂલાત કરી હતી. આ મામલે યાસીન મલિક દોષી જાહેર થતા તેની સામે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કાશ્મીરી નેતા યાસીન મલિક સામે મનઘડંત આરોપલગાવાયા છે. પાકે. જણાવ્યું હતું કે ભારત સરકાર કાશ્મીરી નેતૃત્વનો અવાજદબાવવા મલિકનેબોગસ કેસમાં ફસાવ્યો છે.