‘તારક મહેતા...’ને વધુ એક ઝટકો ? હવે બબીતાજી છોડશે સિરિયલ !

23 May 2022 11:37 AM
Entertainment
  • ‘તારક મહેતા...’ને વધુ એક ઝટકો ? હવે બબીતાજી છોડશે સિરિયલ !

મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીને રિયાલીટી શો ‘બીગ બોસ’ ઓટીટી માટે મળી ઓફર

મુંબઇ : છેલ્લા દોઢ દાયકાથી દર્શકોનું મનોરંજન કરતી ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી એક પછી એક કલાકારો શો છોડી રહ્યા છે. અહેવાલો મુજબ આ શોમાંથી બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા શો છોડી શકે છે કારણ કે તેને રિયાલીટી શો બિગબોસ ઓટીટી માટે ઓફર મળી છે. મુનમુન દત્તાને બબીતાજીના રોલથી ખુબ ઓળખ મળી છે.

મીડિયા રીપોર્ટનું માનીએ તો મુનમુન દત્તાને ‘બિગ બોસ’ ઓટીટી સેક્ધડ સીઝન માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. રીપોર્ટ મુજબ જો બબીતાજી આ ઓફર સ્વીકારે તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ શોને ગુડબાય કરી શકે છે. અલબત્ત આ બારામાં કોઇ અધિકૃત માહિતી નથી. જો મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી બિગ બોસ ઓટીટીમાં ભાગ લે તો આ શોમાં તેને જોવી ફેન્સને ગમી શકે છે પણ તારક મહેતામાં તેને ન જોઇ દર્શકો નિરાશ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા બિગ બોસ 1પમાં દેખાઇ હતી જેમાં બે દિવસ માટે ચેલેન્જર બની તે શોમાં આવી હતી. હવે જોઇએ બબીતાજી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કે ‘બિગ બોસ’ ઓટીટી બેમાંથી કોને પસંદ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement