(મેહુલ સોની) પાલીતાણા,તા.24 : પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં તા.27ના સવારના 10.30 કલાકે પ.પૂ.સાધ્વીજીશ્રી કલ્પ બોધશ્રીજી મ.સા.ની 299 ઓળીના પારણાનો પ્રસંગે જંબુદીપ ખાતે પૂ.પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી સાગરચંન્દ્ર સાગર સુ.મ.સા.ની પાવન નિશ્રામાં યોજાશે આ પ્રસંગે પ.પૂ.આચાર્ય સાગરચંન્દ્ર સાગર સુ.મ.સા.ના સાનિધ્યમાં પાંચ દિવસીય છરિપાલક સંઘ મહિદપુર (મ.પ્ર) નિવાસી વિમલચંદજી ચંપાલાલજી મહેતા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
ગિરિરાજની મહાપુજા, જીવદયા, અનુકંપા આદિ કાર્યો થશે. સાયંબીલ તપમાં એક ટંક જમવાનું હોય જેમાં 10 વાગ્યાથી સુર્યાસ્ત સુધીમાં જ ઉકાળેલું પાણી પી શકાય અને ભોજન પણ તે દરમ્યાન એકટંક એક આસને જ કરાય. માત્ર બાફેલુ, શેકેલું અનાજ લઈ પેટ ભરવાનું હોય પ્રતિક્રમણ-જાપ-કાઉસ્સગા, ખમાસણ આદિ દ્વારા અરિંહત તીર્થકર પ્રભુની ઉપાસના કરવામાં આવે અને કહેવાય આયંબીલ તપ આવા 15349 આયંબીલ થાય ત્યારે અને 42 વર્ષ સાત મહીના 20 દિવસ થાય ત્યારે આ 299માં ઓળા સુધી પહોંચી શકાય છે.