મહાકાળી માતાજીની મહાઆરતી અને 108 દિપમાળા યોજાઇ

24 May 2022 03:01 PM
Jamnagar Dharmik
  • મહાકાળી માતાજીની મહાઆરતી અને 108 દિપમાળા યોજાઇ

જામનગર તા.24:
જામનગર જિલ્લાના લોઠીયા ગામે મહાકાળી માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે જામનગર નવાગામ ધડ ના કોળી સમાજ દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક મેળાનું આયોજન ચૈત્ર સુદ પૂનમ, એકમ અને બીજ એમ ત્રણ દિવસ સધી માતાજી ના સાનિધ્યમાં કરવામાં આવેલ છે. તવાગામ ધેડ કોળી સમાજ ત્રણ દિવસ દરમ્યાન માતાજીના સાનિદ્યમાં ભાક્તિ ભાવપૂર્વક શકિતની આરાધના પુજા કરે છે. જામનગર નવાગામ ધૈડ થી લોઠીયા ગામ સુધી કોળી સમાજના લોકો ઉટગાડી, બળદગાડા, ટ્રેકટર, છકડા તથા અન્ય વાહનો અને પગપાળા ચાલીને કાચી ઘરવખરી સાથે લઈને લોઠીયા ગામે મેળામાં જાય છે. તેમજ આ માતાજીના મહોત્સવમાં નવાગામ ધેડ કોળી સમાજના અનેક સેવાભાવી મંડળો દ્વારા એવા કેમ્પો કરી લોકોની સેવા કરવામાં આવે છે.

આ કેમ્પમાં સરબત, છાસ, ચા, નાસ્તો, દુધ કોલ્ડ્રીકસ, લસ્સી, બદામ શેક, ઠંડુ પણી, તરબુચ, સિરો, વધારેલા ભાત અને પવા બટેકા જેવી અનેક વસ્તુઓ વિનામુલ્યે આપી ધન્યતા અનુભવે છે. આ મેળાનું સંચાલન નવાગામ ધેડ સમસ્ત તળપદા કોળી સમાજના હોદેદારો પ્રમુખ નરશીભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રામજીભાઈ જંજુવાડીયા, કોટવાર રાજેશભાઈ મેરાણી, રણછોડભાઈ રાઠોડ તેમજ સમાજના આગેવાનો લખમણભાઈ ગુજરાતી, તુલસીભાઈ રાઠોડ, વેલજીભાઈ ડાભી, નરેન્દ્રભાઈ રાઠોડ,-રણજીતભાઈ ગુજરાતી, મનસુખભાઈ મકવાણા કાર્યકરો અને હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને સમાજના વિવિધ કાર્યકરો સહભાગી બન્યા હતા.
કોળી સમાજ જામનગર તથા સર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર હારા આયોજીત તથા મંદિરના પુજારી મનોજગીરીના વરદ હસ્તે અને શીવ ગ્રુપ નવાગામ ધેડ ના સહયોગથી નવાગામ ધેડ કોળી સમાજના પંચની દેવી લોઠીયા વાળી મહાકાળી માતાજીના સાનિધ્યમાં ગામ : લોઠીયા, તાલુકો, જીલ્લો : જામનગર ખાતે તારીખ : 18/04/2022 ને સોમવારને સાંજે 7:30કલાકે 108 દિવાની દિપમાળા તથા મહાઆરતી યોજવજામાં આવી હતી. આ મહાઆરતીમાં જામનગર તથા નવાંગાસધૈડ, કોળી સમાજના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો બહોળી-સંખ્યામાદલાલ્ઇલીધો હતો. આ મહાઆરતીમાં માં ભગવતીના સાનિધ્યમાં મહાકાળીના નામ ગુંજી ઉઠયો હતો. જેમનું સફા ક4નારથાપક સુભાષભાઈ બી. ગુજરાતી, ટ્રસ્ટના પ્રમખ શ્રી જયેશભાઈ કંટારિયા તથા મહિલા પ્રમુખનો ગ ટડમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement