રાજકોટ, તા.24
રાજકોટમાં મેઘરાજાએ દેધનાધન ઈનિંગ શરૂ કરી છે. સામાકાંઠે અર્ધો ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. સાંજે પોણા પાંચેક વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી, વરસાદી ઇનિંગ શરૂ થઈ હતો. હજુ પણ છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. ભારે પવન સાથે મેઘસવારી આવતા જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર - 11માં વૃક્ષ ધરાશાયી થયું હતું. જેની જાણ મનપાના ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને વૃક્ષ હટાવી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
ફાયર બ્રિગેડમાં નોંધાયેલા આંકડા મુજબ ઇસ્ટ ઝોન વિસ્તારમાં 13 એમ.એમ. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 4 એમ.એમ. જોકે વેસ્ટ ઝોનમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા.