ગોંડલ તા. 25
યોગીજી મહારાજે 40 વર્ષ સુધી ગોંડલ અક્ષર મંદિરમાં બિરાજી જ્ઞાન અને ભક્તિની ફોરમ વિશ્ર્વમાં ફેલાવી હતી. અક્ષર મંદિર અને અક્ષરદેરીનો મહિમા જગપ્રસિધ્ધ કર્યો, એવા સદા બ્રહ્મના આનંદમાં અલમસ્ત ગોંડળવાળા યોગીજી મહારાજના 130મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે તેઓનાં પ્રેરક અને દિવ્ય જીવનને માણવા, યોગી જયંતિના પાવન પર્વે આયોજીત સત્સંગ સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા સંત નારાયણમુનિ સ્વામીની વિદ્વતાસભર શૈલીમાં યોગી ચરિતમ્ વિષયક એક દિવસીય સત્સંગ પારાયણનું આયોજન કરેલ છે.
આ અવસરે સર્વે ને સહપરિવાર મિત્ર-મંડળ સહિત ઉપસ્થિત રહેવા જણાવાયું છે તારીખ 27-5 ને શુક્રવાર યોગી સભામંડપ, સત્સંગ પારાયણ સમય સાંજે 06-00 થી 08-00 મહાપ્રસાદ સાંજે 08-00 કલાકે રાખવામાં આવ્યો છે તેમ સાધુ દિવ્યપુરૂષદાસ કોઠારીની યાદીમાં જણાવાયું છે.