સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમનનું ટ્રેલર : સી.બી.કલાઉડ વરસતા રહેશે

25 May 2022 11:20 AM
Rajkot Gujarat Saurashtra Top News
  • સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમનનું ટ્રેલર : સી.બી.કલાઉડ વરસતા રહેશે
  • સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમનનું ટ્રેલર : સી.બી.કલાઉડ વરસતા રહેશે
  • સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમનનું ટ્રેલર : સી.બી.કલાઉડ વરસતા રહેશે

* ભેજવાળા પવનો અને ભારે ગરમીથી સર્જાયેલા સી.બી.કલાઉડ રાજકોટમાં તૂટી પડયા : 0॥ ઇંચ : બાપુનગરમાં વૃક્ષ પડયું

* રાજકોટમાં ગઇકાલે હવામાન પલ્ટાથી એક જ કલાકમાં 10 ડિગ્રી તાપમાન નીચુ ઉતરી ગયુ : ઠેર ઠેર બફારા વચ્ચે ફુંકાતા ઝડપી પવનો : રાજસ્થાન ઉપર સર્જાયેલા લો-પ્રેસરથી હવામાન પલ્ટો આવ્યો

રાજકોટ, તા.25 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી પ્રિમોન્શુન એકટીવીટી શરૂ થઇ છે. જેના ભાગરૂપે સવારના ભાગે વાદળો છવાય છે. હવામાં ભેજ વધી રહ્યો છે. આથી સખ્ત બફારો પણ થઇ રહ્યો છે. આ સાથોસાથ દિવસ દરમ્યાન ઝડપી પવનો પણ ફુંકાઇ રહ્યા છે તેમજ રાજસ્થાન પર લોપ્રેસર પણ સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગઇકાલે રાજકોટ ઉપરાંત ચોટીલા, દમણ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડયા હતા તેમજ હજુ આગામી બે દિવસ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે

દરમ્યાન ગઇકાલે રાજકોટમાં ભેજવાળા પવનો અને ભારે ગરમીનાં કારણે સાંજના છ વાગ્યા આસપાસ લોકલ ફોર્મેશન (સી.બી. કલાઉડ) સર્જાયેલ જે સાંજે ગાજવીજ અને 30 થી 40 કિ.મી.નાં ઝડપી પવન સાથે તુટી પડયા હતા. આ સી.બી.કલાઉડનાં કારણે શહેરમાં ગત સાંજે દશથી પંદર મીનીટ સુધીમાં અર્ધો ઇંચ જેટલો વરસાદ પડી જતા રોડ-રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા. ગઇકાલે સાંજે રાજકોટમાં મેઘરાજાએ દેધનાધન ઇનિંગ શરૂ કરી હતી. સામાકાંઠે અર્ધો ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સાંજે પોણા પાંચેક વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી, વરસાદી ઇનિંગ શરૂ થઇ હતી.

ભારે પવન સાથે મેઘસવારી આવતા જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર-11માં વૃક્ષ ધરાશાયી થયું હતું જેની જાણ મનપાના ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને વૃક્ષ હટાવી રસ્તો કલીયર કરાવ્યો હતો. ફાયર બ્રિગેડમાં નોંધાયેલા આંકડા મુજબ ગઇકાલે ઇસ્ટ ઝોન વિસ્તારમાં 13 એમ.એમ. જયારે સેન્ટ્રલ ઝોનમાં 4 એમ.એમ. જોકે વેસ્ટ ઝોનમાં છુટા છવાયા ઝાપટા પડયા હતા. દરમ્યાન હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ પ્રિ-મોન્શુન એકટીવીટી અંતર્ગત ભેજવાળા પવનો અને ગરમીનાં કારણે સી.બી.કલાઉડ સર્જાતા હોય છે અને આ કલાઉડ ઝડપી પવન તથા ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસતા હોય છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જયાં સુધી નૈઋત્ય ચોમાસુ ન બેસે ત્યાં સુધી આવું વાતાવરણ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી હતું બાદ હવામાન પલ્ટો આવતા એક જ કલાકમાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડીને 27 ડિગ્રી થઇ ગયું હતું. આ ઉપરાંત ગઇકાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા ભાગનાં સ્થળોએ બફારા વચ્ચે મહતમ તાપમાનમાં રાહત રહી હતી.

ગઇકાલે રાજકોટનું મહતમ તાપમાન 41.4 ડિગ્રી તથા સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી અને અમદાવાદમાં 41 ડિગ્રી તેમજ દ્વારકામાં 32, ઓખા 33.7, પોરબંદર 34.5, વેરાવળ 33.6, દિવમાં 32.9, મહુવામાં 34.4, કેશોદમાં 35.3, ડિસામાં 38.6, ગાંધીનગર 39.4, વડોદરામાં 38.4, સુરતમાં 34.2 અને ભુજ ખાતે 38.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટમાં ગઇકાલે સાંજે છ વાગ્યા આસપાસ અચાનક હવામાન પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ તથા ઝડપી પવન સાથે 0॥ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ હવામાન પલ્ટાથી બાપુનગર વિસ્તારમાં વૃક્ષ પણ જમીનદોસ્ત થઇ ગયું હતું. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement