માણસ હવે કાયમ ‘યુવાન’ રહી શકશે : સફળ પ્રયોગ

25 May 2022 11:50 AM
World
  • માણસ હવે કાયમ ‘યુવાન’ રહી શકશે : સફળ પ્રયોગ

બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ઉંદર પર કરેલા પ્રયોગ સફળ: વૃધ્ધ ઉંદરો પણ યુવાન બની ગયા

લંડન,તા. 25 : માણસ જુવાન દેખાવવા માટે સદીઓથી અવનવા પ્રયોગો કરતો આવ્યો છે, તરકીબો અજમાવતો આવ્યો છે. અલબત્ત હજુ સુધી તેને સફળતા નથી મળી,પરંતુ હાલમાં જ વૈજ્ઞાનિકએ વૃધ્ધને જુવાન બનાવવાની દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે.જેમાં તેને ઘણી સફળતા મળી છે. અલબત્ત, આ પ્રયોગ માણસ પર નહીં પણ ઉંદર પર કરવામાં આવ્યો હતો.

બ્રિટીશ વૈજ્ઞાનિકોએ યુવાન ઉંદરનાં ફીકલ માઈક્રોબ્સ (મળ)ને વૃધ્ધ ઉંદરના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા, જેના આશ્ર્ચર્યજનક પરિણામો આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળેલું કે આમ કરવાથી વૃધ્ધ ઉંદરો ફરીથી જુવાન બની ગયા હતા, યુવાન ઉંદરોમાંથી વૃધ્ધ ઉંદરોમાં ફીકલ માઈક્રોબ્સનાં ટ્રાન્સપ્લાન્ટથી વૃધ્ધ ઉંદરનાં આંતરડા, આંખો અને મગજમાં યુવાન ઉંદરો જેવી ક્ષમતા આવી ગઇ હતી.

ઉલટો પ્રયોગ કરવાના ઉંધા પરિણામ આવ્યા : જ્યારે વૃધ્ધ ઉંદરના ફિક્સ માઈક્રોબ્સ (મળ)ને યુવાન ઉંદરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા તો યુવાન ઉંદરોમાં વૃધ્ધ ઉંદરો જેવા લક્ષણો દેખાયા હતા. તેમના મગજમાં સોજો વધી ગયો હતો. જરુરી પ્રોટીનમાં પણ ઘટ આવી ગઇ હતી.સંશોધનમાં જાણવા મળેલું કે જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણા આંતરડા અતિ કમજોર થતા જાય છે.

આ પ્રયોગોથી ખબર પડે છે કે આંતરડાને લઇને ઘણું બધું કરી શકાય છે. પ્રતિરક્ષા કોશિકાઓ સક્રિય દેખાઈ : વૈજ્ઞાનિકોને આ પ્રયોગમાં આંતરડા પરતો ખાસ અસર પડતી જોવા મળી, જેથી બેક્ટિરીયા રક્તમાં જઇ શકે છે. સંશોધનમાં રેટિનલ ડિજનરેશન સાથે સંલગ્ન પ્રોટીનનું ઉંચુસ્તર મળ્યું અને પ્રતિ રક્ષાકોશિકાઓ પણ અતિ સક્રિય દેખાઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement