ગુજરાતને જીત આપાવ્યા બાદ મિલરે રાજસ્થાન રોયલ્સની માફી માંગી, મળ્યો મજેદાર જવાબ

25 May 2022 01:34 PM
Sports
  • ગુજરાતને જીત આપાવ્યા બાદ મિલરે રાજસ્થાન રોયલ્સની માફી માંગી, મળ્યો મજેદાર જવાબ

રાજસ્થાન રોયલ્સ સામે, ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં કૃષ્ણાના ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારીને તેની ટીમને જીત અપાવી હતી, આ પછી તેણે જૂની ટીમ આરઆરને ટ્વીટર પર 'સોરી' કહ્યું...

કોલકત્તા : મંગળવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જીટીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. GT IPLની પ્રથમ ટીમ છે જે પોતાની ડેબ્યૂ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે.

આરઆરએ પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં જીટીએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં કૃષ્ણાના ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ક્વોલિફાયર 1માં જીત સાથે ગુજરાત ફાઇનલમાં પહોંચી ગયું છે. ગુજરાતની આ જીત બાદ ડેવિડ મિલરે રાજસ્થાન રોયલ્સની માફી માંગી હતી. તેણે ટ્વિટર પર સોરી લખતા રાજસ્થાનને ટેગ કર્યું. રાજસ્થાને પણ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી મિલરને રમૂજ જવાબ આપ્યો છે.

RRએ જવાબમાં એક GIF મૂકી છે, તેની સાથે લખ્યું છે કે, 'દુશ્મન ના કરે દોસ્તે તે કામ કર્યું છે.' મિલરને IPL 2020 અને 2021ની સિઝનમાં રાજસ્થાનની ટીમે ખરીદ્યો હતો. રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ 2022 સીઝન માટે મિલરને જાળવી રાખ્યો ન હતો. આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં નવી ટીમ ગુજરાતે મિલરને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે, મિલર હરાજીના પ્રથમ રાઉન્ડમાં વેચાયા વગરનો રહ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement