નવી દિલ્હી તા.25
ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ ટાઈમ, હોટ સ્ટાર ને ઓછી આવકવાળા લોકો માણી શકતા નથી. કારણ કે તેનો અલગથી તગડો ચાર્જ ભરવો પડે છે. હવે જો આપની સેલરી ઓછી છે તો પણ મફતમાં લેટેસ્ટ મુવી, વેબ સીરીઝ અને ટીવી શો આપ જોઈ શકો છો.
જો આપ મફતમાં ટીવી શો જોવા માંગો છો તો આપે ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ટજ્ઞજ્ઞિં (વુટ) એપ ડાઉનલોડ ડાઉનલોડ કરવી જોઈએ. આ એપ પર કલર્સ અને એમટીવીની ઢગલાબંધ એપ્સ હોય છે. જો આપ મુવીઝને પણ ફ્રીમાં જોવા માંગો છો તો આપને એડસ પણ જોવા મળશે. જિયો સિનેમા: જિયો સિનેમા એપને ગુગલ એપ અને એપલ એપ પર ડાઉનલોડ કરી શકાય છે. બધા જિયો યુઝર્સ મુવીઝ અને ટીવી સીરીઝ જિયો સિનેમાથી ફ્રીમાં સ્ટ્રીમ કરી શકે છે. તે હિન્દી સહિત અનેક ભાષાઓમાં કન્ટેન્ટ આપે છે.
જો આપને હોલીવુડની ફિલ્મો અને શો પસંદ છે તો ટયુબી સારું પ્લેટફોર્મ છે. અહીં હોલીવુડની મુવી જોઈ શકાય છે. અહીં ટીવી શો, ફિલ્મો એચડી કવોલિટીમાં જોઈ શકાય છે. આ પ્લેટફોર્મ પર આપને એડસ પણ જોવા મળી શકે છે. પ્લેકસ સ્ટ્રીમીંગ સર્વીસમાં યુઝર્સ મફતમાં મુવી અને ટીવી શો જોઈ શકશે. આ પ્લેટફોર્મ પર 200થી વધુ લાઈવ ચેનલ મફતમાં જોઈ શકાશે. તેમાં હિન્દી કન્ટેન્ટ વાળા શો પણ સામેલ છે.