27મીએ પૃથ્વી નજીકથી મહાકાય ખતરનાક ઉલ્કાપીંડ પસાર થશે

25 May 2022 05:14 PM
World
  • 27મીએ પૃથ્વી નજીકથી મહાકાય ખતરનાક ઉલ્કાપીંડ પસાર થશે

ઉલ્કાપીંડનું કદ અમેરિકાના એમ્પાયર બિલ્ડીંગથી ચાર ગણું મોટું, જો કે ચિંતાનું કારણ નથી, પૃથ્વીથી 4 મિલિયન કિલોમીટર દુર છે ઉલ્કાપીંડ

વોશિંગ્ટન તા.24
વધુ એક ઉલ્કાપીંડ આ મહિનામાં તા.27મીએ પૃથ્વી નજીકથી પસાર થશે, આ ચેતવણી અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ જાહેર કરીને જણાવ્યું છે કે આ ઉલ્કાપીંડ અમેરિકાની ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ’થી ચાર ગણો મોટો છે અને સંભવત: આ ઉલ્કાપીંડને નાસાએ ખતરનાક ગણાવ્યો છે.

આ ઉલ્કાપીંડની ઝડપ પ્રતિ કલાક 76000 કિલોમીટર છે, જે એક ગોળી કરતા 20 ગણી ઝડપ છે.
‘7335 (1989 જેએ)’ના નામથી આ ઉલ્કાપીંડ 27 મે એ પૃથ્વીની નજીકથી પસાર થવાનું અનુમાન છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પાસેથી પસાર થતી વખતે તેની દૂરી પૃથ્વીથી 4 મિલિયન કિલોમીટર હશે. આ દૂરી અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સરેરાશ અંતરથી 10 ગણું છે. નાસાએ જણાવ્યું હતું કે આ 2022માં પૃથ્વીની નજીકથી પસાર થનાર સૌથી મોટો ઉલ્કાપીંડ છે.

દેખરેખ રાખે છે નાસા: અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા પૃથ્વી તરફ આવતા આવા ઉલ્કાપીંડો પર સતત દેખરેખ રાખે છે.નાસા આ પ્રકારના ઉલ્કાપીંડોને પૃથ્વીના રસ્તાથી ભટકાવવા માટેની ટેકનીકો પર સંશોધન પણ કરે છે. જે સંભવિત રીતે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ દિશામાં કામ કરવા માટે નાસાએ એક પરીક્ષણ કેન્દ્ર 2021માં શરૂ કર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement