રાજકોટ: દોઢ કિલો ગાંજા સાથે ફ્રૂટનો ધંધાર્થી નાનુ ઘાંચી ઝડપાયો, રીઢા આરોપી બિલાલ મેતરનું નામ ખુલ્યું

25 May 2022 11:53 PM
Rajkot Crime Saurashtra
  • રાજકોટ: દોઢ કિલો ગાંજા સાથે ફ્રૂટનો ધંધાર્થી નાનુ ઘાંચી ઝડપાયો, રીઢા આરોપી બિલાલ મેતરનું નામ ખુલ્યું

એસઓજીની ટીમે બાલાજી હોલ પાછળ આવેલા અર્જુન પાર્ક આવાસ યોજના કવાર્ટર પાસેથી આરોપીને દબોચ્યો

રાજકોટ:
રાજકોટમાં દોઢ કિલો ગાંજા સાથે ફ્રૂટનો ધંધાર્થી નાનુ ઘાંચી ઝડપાયો છે, સાથે રીઢા આરોપી બિલાલ મેતરનું નામ ખુલ્યું છે. એસઓજીની ટીમે બાલાજી હોલ પાછળ આવેલા અર્જુન પાર્ક આવાસ યોજના કવાર્ટર પાસેથી આરોપીને દબોચ્યો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા તરફથી રાજકોટ શહેરમાં નાર્કોટિક્સ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના માદક પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અન્વયે એસ.ઓ.જી. પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ પીએસઆઈ ધર્મેશ ખેર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન અર્જુન પાર્ક આવાસ યોજના કવાર્ટર બાલાજી હોલ પાછળ અબ્દુલકાદીર ઉર્ફે નાનુ જમાલભાઈ મેતર (ઉ.વ.23, રહે. અર્જુન પાર્ક આવાસ યોજના કવાર્ટર, બાલાજી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ)ને શંકાસ્પદ હાલતમાં જણાતા પસાર થતા પંચો રૂબરૂ તેની ઝડતી તપાસ કરતા 1 કિલો 400 ગ્રામ ગાંજો મળી આવેલો. પ્રાથમિક પરીક્ષણ કરી માટે એફએસએલ અધિકારી વાય. એચ. દવે અભિપ્રાય આપતા રૂ.14000ની કિંમતનો ગાંજો અને રૂ.42200 રોકડ મળી રૂ.56200નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ અંગે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં રીઢા આરોપી બિલાલ સલીમભાઇ મેતર (રહે. અર્જુન પાર્ક આવાસ યોજના કવાટર)નું નામ ખુલ્યું છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે.

એસઓજી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.બી. ખેર, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, મોહીતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, જીગ્નેશભાઇ અમરેલીયા, ફીરોઝભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહીલ, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર, રણછોડભાઇ આલ, દિવ્યરાજસિંહ ઝાલા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

● આરોપી બિલાલનો ગુન્હાહીત ઇતિહાસ

બિલાલ સામે 2016 અને 2017માં રાજકોટ તાલુકા પોલીસ, 2020માં આજીડેમ પોલીસ મથકે દારૂનો ગુનો નોંધાયેલો, જ્યારે બી. ડિવિઝન પોલીસમાં 2021માં માદક પદાર્થ (એનડીપી.એસ) નો ગુનો દાખલ થયેલો.


Related News

Loading...
Advertisement
Advertisement