ગોંડલના મોવિયાધામમાં કાલે ખીમદાસબાપુ એવોર્ડ સમારંભ

26 May 2022 10:34 AM
Gondal Dharmik
  • ગોંડલના મોવિયાધામમાં કાલે ખીમદાસબાપુ એવોર્ડ સમારંભ

સમાજ ઉપયોગી બહુમુખી પ્રતિભાઓનું થશે અભિવાદન

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પ્રસંગે સંત ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામમાં તા. 27-5ને શુક્રવારે "ખીમદાસ બાપુ" એવોર્ડ સમારંભનુ આયોજન જગ્યાના ગાદીપતિ મહંત ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના જયોર્તીમયસીંહજી ઓફ હવામહેલ ગોડલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહ્યું છે. સતત રોટલો અને ઓટલો આપતી વર્ષો જુની દેહાણની આ જગ્યામાં જયા ટુકડો ત્યાં હરી ઢુંકડોની સાથે સાથે દર વર્ષે વિશીષ્ટ રીતે સમાજ ને ઉપયોગી થનાર બહુમુખી પ્રતીભા ધરાવનાર વિશીષ્ટ વ્યક્તિઓ ને "ખીમદાસ બાપુ" એવોર્ડ સમીતી દ્વારા એમના જગ્યામાં ઓવારણા લઈને આશીર્વાદ આપવામાં આવે છે.

2022 નો આ વખત નો "ખીમદાસબાપુ" એવોર્ડ મહેસુલ વિભાગમાં ગોંડલ મામલતદાર કાનજીભાઇ વી. નકુમ, શિક્ષણ વિભાગમાં સરસ્વતી શીશુ મંદિર ગોંડલ, ભજન સંતવાણી વિભાગ માં સાગર મેસવાણીયા જેતપુર, સંગીત કલા વિભાગમાં, ઉસ્તાદ ભરત સોલંકી, ઔધોગિક વિભાગમાં ઉધોગ લખમણભાઇ પટેલ ગોલ્ડન સીટી ડેકોરગૃપ, સ્વાસ્થ્ય વિભાગમાં, ડો. પીયુષ સુખવાલા, કારકિર્દી માર્ગદર્શન વિભાગ માં હનુમંત એકેડેમી રાજકોટ, સામજીક સેવા વિભાગ માં પ્રતીપાલસીંહજી જાડજાને તેમજ વિચરિત વિમુકત જાતીના અભ્યાગતો ની સેવા કરનાર દેવરાજ રાઠોડ વિરપુર ને આ એવોર્ડ અર્પણ થનારછે.

આ ક્રાયક્રમ ને સફળ બનાવવા માટે અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા, તેમજ એશીયાટીક કોલેજના ચેરમેન ગોપાલભાઇ ભુવા માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે તથા અશોકભાઇ શેખડા, મનીષભાઇ જોષી સર્કલ ઓફીસર, રવીભાઇ ખુંટ, જીજ્ઞેષભાઇ ખુંટ, ધીરુભાઇ ધડુક ભાવેશબાપુ, પ્રવીણબાપુ, ભુપતભાઇ કોરી, આશિષ અદા ચંદુભાઇ હીરાણી, સંજયભાઇ ભાલાળા અરવિંદ ખુંટ જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement