પાક.માં ગૃહયુદ્ધની સ્થિતિ: ઈસ્લામાબાદમાં સેના ઉતારાઈ

26 May 2022 11:19 AM
World
  • પાક.માં ગૃહયુદ્ધની સ્થિતિ: ઈસ્લામાબાદમાં સેના ઉતારાઈ

* દેશમાં નવી ચૂંટણીની માંગ સાથે પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનની આઝાદી કૂચ હિંસક

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સંસદ-બરબાસી કરીને નવી ચૂંટણીની માંગ સાથે પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનની વિવેધ માર્ચ હવે પાટનગર ઈસ્લામાબાદમાં પહોંચે તે પુર્વે જ દેશના અનેક ભાગોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ શરુ છે. બે માસ પુર્વે બહુમતી ગુમાવીને સતા છોડવા મજબૂર બનેલા પુર્વ વડાપ્રધાન ઈમરાનખાન ‘આઝાદી-કૂચ’નું નેતૃત્વ કરતા ઈસ્લામાબાદ પહોંચીને ગયા છે અને તેમના હજારો સમર્થકો પણ દેશના અલગ અલગ ભાગમાંથી ઈસ્લામાબાદ પહોચવા લાગ્યા છે. ગઈકાલે રાત્રીના ઈસ્લામાબાદના અનેક ક્ષેત્રમાં ઈમરાનના ટેકેદારોએ હિંસક દેખાવો કર્યા હતા.

* રાત્રીભર પાટનગરમાં ઠેરઠેર-આગજની-મેટ્રો સ્ટેશન સળગાવાયું: પાક સંસદ- સુપ્રીમ કોર્ટ સહિતના ક્ષેત્રો રેડઝોન જાહેર: સેનાને હવાલે કરાયા

બીજી તરફ પાટનગરના ‘રેડ-ઝોન’ તરીકે જાહેર કરાયેલા વડાપ્રધાન કાર્યાલય સંસદભવન સહિતના ક્ષેત્રોમાં સેના ગોઠવવામાં આવી છે તથા પાક પોલીસ આ દેખાવો અને કૂચને રોકવા માટે ઠેર ઠેર બેરીકેડ ગોઠવી છે અને અનેક સ્થળોએ દેખાવકારોને વિખેરવા ટીયરગેસ- વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને આગામી છ દિવસમાં દેશમાં નવી ચૂંટણી જાહેર કરવા માંગ સાથે અલ્ટીમેટમ આપ્યુ છે તથા દરેક પાકિસ્તાની માર્ગ પર ઉતરે તેવી અપીલ કરી છે અને જાહેર કર્યુ છે કે તેના સમર્થકો ઈસ્લામાબાદ ને ‘બંધ’ કરાવી દેશું.

* ઈસ્લામાબાદમાં ઈમરાનખાનનો હજારો સમર્થકો સાથે માર્ગ પર પડાવ: દેશના 11 શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ

પાકના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ એ ઈસ્લામાબાદમાં સતત વણસતી જતી પરીસ્થિતિ પર સેનાને મહતમ એલર્ટ પર મુકવા અને ‘રેડઝોન’ પુર્ણ રીતે સેનાને હવાલે કરવાની જાહેરાત કરી હતી. પાકમાં ઈસ્લામાબાદના કેટલાક વિસ્તારને ઉપરાંત દેશના 11 શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન શાહનાઝ શરીફે આજે કેબીનેટની એક તાકીદની બેઠક બોલાવી છે. દરમ્યાન પાકની સર્વોચ્ચ અદાલતે શાંતિપૂર્ણ દેખાવો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવા સરકાર અને વિપક્ષને તાકીદ કરી છે. પાકના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના તહેરીક એ ઈન્સાન પક્ષ દ્વારા જયાં સુધી નવી ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી તેના સમર્થકોને ઈસ્લામાબાદ નહી છોડવાની અપીલ કરી છે.

સેના સતા સંભાળશે? પાક માં જબરી હલચલ
છ માસમાં ચૂંટણીની પણ શકયતા
ઈસ્લામાબાદ: પાકમાં ગૃહપ્રધાન જેવી સ્થિતિના નિર્માણ વચ્ચે હવે સેના એકશનમાં આવે તેવા સંકેત છે અને પાક સેનાના વડા જનરલ કવાટ જાવેદ બાજવાએ આજે રાવલપીંડીમાં સેનાના યુદ્ધ કમાન્ડ ખાને તમામ કોર્પ્સ કમાન્ડર્સ સાથે બેઠક બોલાવી છે. પાક ટીવીના અહેવાલ મુજબ આ બેઠકમાં જે રીતે પરીસ્થિતિ સતત વણસી રહી છે તેના પર સમીક્ષા કરાશે.

આ ઉપરાંત પાકમાં આર્થિક સ્થિતિ સતત વણસી રહી છે અને આ વચ્ચે નવી ચૂંટણીની શકયતા પર પણ વિચારણા થઈ શકે છે તથા સેના તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો કે જે રીતે પાકની આર્થિક હાલત છે. તેથી સેના સતાનો દૌર સંભાળે તેવી શકયતા નહીવત છે. હાલની શાહબાઝ સરકાર પણ કયાં સુધી ટકશે તે પણ પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement
Advertisement