બનાસકાંઠામાં આખલાએ આર્મીમેનનો જીવ લીધો

26 May 2022 12:28 PM
Gujarat
  • બનાસકાંઠામાં આખલાએ આર્મીમેનનો જીવ લીધો

ગાંધીનગરથી બુલેટમાં ઘરે જતા કરૂણ અકસ્માત

અમદાવાદ,તા.26
છેલ્લા થોડા દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. હવે બનાસકાંઠામાં એક આર્મી જવાને જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કાંકરેજના અરકુંવાડા પાસે એક આખલો રસ્તા પર આવી ગયો હતો.

આ દરમિયાન દિયોદરના વડિયા ગામ ના અરમરભાઈ માળી બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. રાત્રે આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા. અમરતભાઈ બુલેટ પર સવાર થઈને ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. મૃતક આર્મી જવાન અમરતભાઈ આસામ ખાતેથી ગાંધીનગર આવ્યા હતા. ત્યાંથી બુલેટ લઈને પોતાના વતન દિયોદરના વડિયા ગામ ખાતે જવા માટે નીકળ્યા હતા.

અમરતભાઈ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. આખલો વચ્ચે આવી જતાં તેઓ નીચે પટકાયા હતા અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવ બાદ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.મૃતક ફરજ પરથી પોતાના વતન તરફ આવી રહ્યા હતા ત્યારે જ અકસ્માતમાં મૃત્યું થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement