ગાંધીનગર: ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શનિવારની મુલાકાત તથા હવે અમદાવાદમાં આઈપીએલના બે આખરી મેચ રમવાના શરૂ થયેલા કાઉન્ટ ડાઉન વચ્ચે પણ રાજયના મુખ્ય સચીવ પંકજકુમાર તા.31ના રોજ નિવૃત થઈ રહ્યા છે તેમાં તેમના અનુગામીની કોઈ ચર્ચા નથી.
આ જ રીતે એડી. ચીફ સેક્રેટરી અને રાજીવ ગુપ્તા પણ હવે આખરી ચાર દિવસની સતાવાર ડયુટી પર છે અને તેઓની નિવૃતિ તારીખ પણ તા.31 મે નિશ્ર્ચિત છે પણ હજું સુધી તેઓના એકસટેન્શન ખાસ કરીને મુખ્ય સચીવ પંકજ કુમારનો કાર્યકાળ વધારાશે કે કેમ તેના પર પાટનગર અને આઈએએલ-આઈપીએસ વર્તુળમાં જબરી ચર્ચા છે. સામાન્ય રીતે ચીફ સેક્રેટરીની નિવૃતિ પુર્વેથી જે આખરી કેબીનેટ બેઠક મળતી હોય છે તેમાં તેમને અપાતું હોય છે અને કમીટી ઓફ સેક્રેટરીઝ (બીઓએસ) બેઠકમાં પણ વિદાયમાન અપાય છે. પરંતુ ગઈકાલે આ બન્ને બેઠકમાં તેવા કોઈ સંકેત અપાયા ન હતા
કે પંકજકુમારની ‘ફેરવેલ પાર્ટી’ યોજાશે કે તેઓની નિવૃતિ અંગે પણ કોઈ ચર્ચા થઈ ન હતી. આજ રીતે એડી. ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા પણ તા.31 મે ના નિવૃત થાય છે. તેઓને એકસટેન્શન અંગે પણ ચર્ચા થઈ ન હતી. હવે આ વીક એન્ડ સુધી વડાપ્રધાન મુલાકાત અને આઈપીએલ ફાઈનલ જેવા હાઈપ્રોફાઈલ આયોજનોમાં તંત્ર વ્યસ્ત છે. ખાસ કરીને વડાપ્રધાન તથા ગૃહમંત્રી બન્ને શનિવારે ગુજરાતમાં છે અને તેથી તા.30ના સોમવારે ઉઘડતા સચીવાલયે જ કોઈ ખબર મળશે તેવા સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ પંકજકુમારને એકસટેન્શન અપાય તો પણ તેમના અનુગામી નામ પર પણ સસ્પેન્સ છે.