રાજકોટ, તા.26 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ સિઝન 2022ની ફાઇનલ મેચ રમવાની છે. રોમાંચક મેચ બાદ ગુજરાત ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી થતા જ ક્રિકેટ રસિકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. આ તરફ ફાઇનલ મેચની ટિકિટોનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. પ્રેક્ષકોનો ધસારો જોતા ટિકિટના ભાવ 3થી 4 ગણા વધી ગયા છે. 29 મેના દિવસે આયોજિત આ ફાઈનલ મેચ પહેલા અત્યારે ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સે આક્રમક પ્રદર્શન કરી ક્વોલિફાયર-1માં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, તે સાથે હાર્દિક પંડ્યાની ટીમને ફાઈનલ મેચમાં એન્ટ્રી મળી ગઈ. જેને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ફાઈનલ મેચની ટિકિટોનું ધૂમ વેચાણ થવા લાગ્યું છે. હાલ ઓનલાઈન ટિકિટો જ ખરીદી શકાય છે, તેવામાં 800 રૂપિયાથી લઈ 14 હજાર સુધીની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. ટિકિટ બૂક કરતી વેબસાઈટના હાલના આંકડા મુજબ જોઈએ તો રૂ.800, રૂ.1500 સહિત રૂ.14,000ની ટિકિટો વેચાઈ ગઈ છે. હવે રૂ.4,500થી લઈ રૂ.2000ની ટિકિટો વેચાઈ રહી છે.
ટિકિટના ભાવ....
હાલની સ્થિતિ મુજબ સાઉથ સેન્ટર પ્રીમિયમ 4- એક ટિકિટ 7,500 રૂપિયા (બ્લોક ફૂલ), બ્લોક ઇ- 5 લોઅર- એક ટિકિટ 4,500 રૂપિયા, બ્લોક ડી-4 લોઅર- એક ટિકિટ 4,500 રૂપિયા, બ્લોક એ- 3 લોઅર- એક ટિકિટ 3,500 રૂપિયા, બ્લોક એન- 5 અપર- એક ટિકિટ 2,500 રૂપિયા, બ્લોક જે- 4 અપર- એક ટિકિટ 2,000 રૂપિયા