વિષ્ણુ સોનીને શર્ટથી ગળાટુંપો આપ્યા બાદ હત્યારાએ બેરહેમીથી ડિસમિસના ઘા કર્યા’તા

26 May 2022 01:41 PM
Rajkot
  • વિષ્ણુ સોનીને શર્ટથી ગળાટુંપો આપ્યા બાદ હત્યારાએ બેરહેમીથી ડિસમિસના ઘા કર્યા’તા
  • વિષ્ણુ સોનીને શર્ટથી ગળાટુંપો આપ્યા બાદ હત્યારાએ બેરહેમીથી ડિસમિસના ઘા કર્યા’તા

* રાજકોટના અમીન માર્ગ પર ખોડલધામ ચેરમેન નરેશ પટેલના વેવાઇના બંગલે થયેલા ખૂનમાં ખુલાસો

* હત્યા કર્યા બાદ અજાણ્યો આરોપી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાંચ, એસઓજી, માલવીયા પોલીસ મથકની જુદી જુદી પોલીસ ટીમો તપાસમાં લાગી છે, હજુ સુધી ઓળખ નથી થઇ

રાજકોટ, તા.26 : શહેરના અમીન માર્ગ ઉપર હિંગળાજનગર ચોક, વિદ્યાકુંજ સોસાયટી શેરી નં.1માં આવેલા ખોડલધામ ચેરમેન નરેશભાઇ પટેલના વેવાઇ પ્રવિણભાઇ પટેલના ‘ઇશાવાસ્યમ’ નામના બંગલામાં કેરટેકર તરીકે રહેતા 68 વર્ષીય વિષ્ણુભાઇ ચકુભાઇ ઘુચલાની હત્યા કરી કોઇ શખ્સ ફરાર થઇ ગયો હતો. તે શંકાસ્પદ હત્યારાનો સીસીટીવી ફુટેજના આધારે ચહેરો પોલીસે જાહેર કર્યો છે. વિગત મુજબ તા. 24/5/2022ના રાત્રે પોણા નવેક વાગ્યા આસપાસ હત્યાનો બનાવ બન્યો હતો.

* પ્રથમ નેપાળી શખ્સને નોકરીમાંથી કાઢી મુકતા હત્યા થઇ હોવાની સ્ટોરી ચર્ચામાં હતી જોકે, નેપાળીને ઉઠાવી પુછપરછ કરતા પોલીસને કોઇ વિગત ન મળી

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ દોડી ગયેલો ઉપરાંત એફએસએલ, ડોગ સ્કવોડ સહિતની ટીમો પણ પહોંચી હતી. હાઇપ્રોફાઇલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હોય અને હત્યા પાછળનું કારણ સ્પષ્ટ ન થતું હોય ત્યારે શહેરભરમાં તેની ભારે ચર્ચા રહી છે. આ તરફ મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવેલ જેનો પ્રાથમિક રીપોર્ટ જોતા ખુલાસો થયેલો કે, હત્યારાએ મૃતક વિષ્ણુભાઇને તેના જ શર્ટથી પ્રથમ ગળાટુંપો આપેલો હતો પછી ડીસમીસના બેરહેમીથી ઘા માર્યા હતા. હાલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, માલવીયાનગર પોલીસની જુદી જુદી ટીમો તપાસમાં લાગી છે. પરંતુ હજુ સુધી હત્યારાની ઓળખ થઇ નથી.

આ શખ્સ જોવા મળે તો પોલીસને જાણ કરો
વિષ્ણુભાઇ ઘુચલાની હત્યા કર્યા બાદ ફરાર થયેલા શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે. જેમાં ઉપરોકત તસ્વીરમાં નજરે પડતો શખ્સ જોવામળે છે. હાલતેની ઓળખ ન થતી હોય આ ફોટા પોલીસે જાહેર કર્યા છે. ઉપરોકત તસ્વીરવાળો શખ્સ કયાંય જોવામળે અથવા કોઇ તેને ઓળખતું હોય તો એસીપી જે.એસ.ગેડમ (મો.નં. 94095 38638) પીઆઇ કે.એન.ભુકણ (મો.નં.90333 99456) પીએસઆઇ એમ.એસ.મહેશ્ર્વરી (મો. નં. 88498 77831) હેડ કોન્સ્ટે. મસરીભાઇ ભેટારીયા (મો. નં.98253 33420) અથવા માલવીયાનગર પોલીસ સ્ટેશન કે પછી નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

ડોગ સ્કવોડનું સર્ચ
હત્યા થઇ તે બંગલામાં ફીંગર પ્રિન્ટસ એકસપર્ટની ટીમે સેમ્પલ લીધેલા ઉપરાંત હત્યારો અજાણ્યો છે અને હત્યાનું કારણ પણ સ્પષ્ટ નથી ત્યારે ડોગ સ્કવોડની પણ મદદ લેવાઇ હતી. (તસ્વીર : ભાવીન રાજગોર)

બસ પોર્ટ, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસની તપાસ
હત્યારાના સીસીટીવી ફુટેજ મળ્યા બાદ તે શહેર છોડી નાશી ગયો હોવાના સંકેત છે. જેથી પોલીસની જુદી જુદી ટીમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી ફુટેજ સર્ચ કર્યા હતા. ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી સહિત રાજકોટ બહાર જતા માર્ગો ઉપર સીસીટીવી ચકાસ્યા હતા.

હત્યારાને પકડવા ભારે ભાગદોડ પીઆઇ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં
ચર્ચાસ્પદ બનેલા હત્યા કેસમાં આરોપી અંગે કોઇ વિગત મળી રહી નથી. સીસીટીવી ફુટેજના આધારે શકમંદનો ચહેરો સામે આવ્યો છે. જે ફોટાના આધારે જુદી જુદી સાતેક ટીમો તપાસમાં લાગી છે. ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.બી.ધોળા, વાય.બી.જાડેજા, માલવીયા પીઆઇ કે.એન.ભુકણ, એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા સહિતના અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી આરોપીની શોધખોળમાં લાગી ગયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement