રાજકોટ, તા.26 : ધ્રોલ શહેર ભાજપની કારોબારી બેઠક શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અંગે કાર્યકરો હોદ્દેદારોને માહિતગાર કરાયા હતા. અને મોટી સંખ્યામાં લોકો જોડાય તે અંગે આયોજન નક્કી કરાયું હતું. બેઠકમાં જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, શહેરના ઇન્ચાર્જ તેમજ જામનગર જિલ્લાના ઉપપ્રમુખ રણમલભાઇ કામરીયા, પૂર્વ પ્રમુખ મગનભાઈ ભોજાણી, મહામંત્રીઓ હિરેનભાઈ અને હિતેશભાઈ, અરવિંદભાઈ પરમાર, પાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમાર, જામનગર જિ. પં. ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, અનુસૂચિત મોરચાના પ્રમુખ ભીમજીભાઇ, પાલિકા કારોબારી અધ્યક્ષ ગોવિંદભાઈ, કોર્પોરેટર હિતેશભાઈ ભોજાણી તેમજ મહિલા મોરચા અને સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.