દહેરાદૂનમાં યાત્રીઓ ભરેલી રોડવેઝની દોડતી બે બસો દુર્ઘટનાગ્રસ્ત: યાત્રીઓ બાલ બાલ બચ્યા

26 May 2022 03:24 PM
India
  • દહેરાદૂનમાં યાત્રીઓ ભરેલી રોડવેઝની દોડતી બે બસો દુર્ઘટનાગ્રસ્ત: યાત્રીઓ બાલ બાલ બચ્યા

એકમાં ચાલુ બસે પાછલું ટાયર નીકળી ગયું, બીજી બસમાં આગળનું ટાયર ફાટતા ડિવાઈડર પર ચડી ગઈ: બન્ને બસના ચાલકની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી: તપાસના આદેશ

દહેરાદૂન: હરિદ્વારથી રોડવેજની બસથી દહેરાદૂન આવી રહેલ બસના 56 યાત્રીઓ અને દહેરાદૂનથી હરિદ્વાર જઈ રહેલી 54 યાત્રીઓની બસ દુર્ઘટનાથી બચી ગઈ હતી અને બન્ને બસના કુલ 110 યાત્રીઓ બાલબાલ બચી ગયા હતા. આ બન્ને બસના પાછળના વ્હીલ ચાલતી બસમાંથી નીકળી ગયા હતા. સદભાગ્યે આ બસમાંથી વ્હીલ નીકળી ગયા બાદ ચાલકે બસને અંકુશમાં લઈ લીધી હતી.

બસની આજુબાજુ કોઈ વાહન નહોતા, જેથી મોટી દુર્ઘટના થતી રહી ગઈ. આ અંગેની વિગત મુજબ હરિદ્વારથી રોડવેજની બસથી દહેરાદૂન આવી રહેલા 56 યાત્રીઓના જીવ બચી ગયા હતા. દહેરાદૂન-હરિદ્વાર નેશનલ હાઈવે પર કુઆવાલામાં બસના બન્ને ટાયર ચાલતી બસમાંથી નીકળી ગયા હતા. સદભાગ્યે ટાયર બહાર નીકળતા જ બસની બોડી તેના પર ટકી ગઈ અને ડ્રાઈવરે બસ પર અંકુશ મેળવી લીધો હતો,

જેથી કોઈ દુર્ઘટના નહોતી સર્જાઈ અને 56 યાત્રીઓના જીવ બચી ગયા હતા. બીજો બનાવ પણ કુઆવાલા સામે મિયાંવાલામાં થયો હતો. જેમાં દૂનથી 54 યાત્રીઓને લઈને જઈ રહેલી બસનું આગળનું ટાયર ફાટી જતા બસ અનિયંત્રીત થઈને સ્ટ્રીટ લાઈટના પોલને તોડીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બન્ને બસો હરિદ્વારમાં ડેપોના વર્કશોપમાંથી તપાસ કરીને મોકલાઈ હતી. આ મામલે તપાસના આદેશ અપાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement