વોટ્સએપમાં મેયરનો ફોટો મુકી ઠગે રૂપિયાની માંગણી કરી

26 May 2022 03:27 PM
Rajkot
  • વોટ્સએપમાં મેયરનો ફોટો મુકી ઠગે રૂપિયાની માંગણી કરી

અમદાવાદના મેયર કિરીટ પરમારે જાહેર કરવું પડયું કે, સોશ્યલ મીડિયામાં મારા નામે મેસેજ આવે તો કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહી

વોટ્સએપ પર મેયરના ફોટા વાળુ ડીપી મુકી ઠગે અધિકારીઓને પણ મેસેજ કરેલા!

રાજકોટ,તા.26
ઓનલાઈન સોશ્યલ મીડિયા મારફત બનતા છેતરપીંડીના બનાવો વધી ગયા છે, ત્યારે જ અમદાવાદના મેયરને પણ સાઈબર ઠગે છોડયા નથી, મેયર કિરીટ પરમારના નામે રૂપિયાની માંગણી કર્યાનું સામે આવ્યું છે.મળતી વિગત મુજબ કોઈએ વોટ્સ એપમાં મેયરના ફોટા વાળું ડીપી મુકીને મેયરના પરિચિતો અધિકારીઓને મેસેજ કરી રૂપિયાની માંગણી કરી હતી.

આ અંગે મેયર ઓફિસ દ્વારાજ ખુલાસો કરતી પ્રેસનોટ જાહેર કરાઈ હતી જેમાં જણાવાયું કે,અમદાવાદ શહેરના મેયર કિરિટ પરમારના નામે મોબાઈલ નંબર 75793 23482 પર થી મનપાના ઉચ્ચ અધિકારી વર્તુળમાં મેયરના હોદાના ગરીમાને અનુરૂપ ન હોય તેવી ભાષામાં મેસેજ કરેલ છે. આ પ્રકારના મેસેજ સાથે કોઈ પણ રીતે સંકળાયેલ નથી. તેમજ આ પ્રકારના મેસેજ તદ્દન પાયા વિહોણા છે. મોબાઈલ નંબર 7579323482 પરથી આવતા કોઈ પણ મેસેજનો જવાબ આપવો નહી. તેમજ કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર કે સંવાદ કરવો નહી. આ અંગે આસી કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઈમને અરજી કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કોઈ અજાણી વ્યકિતએ મેયર કિરીટ પરમારનો ફોટો વોટ્સઅપ નંબરમાં મુકીને મ્યુનિ.ના અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ શરૂ કર્યું હતું. પૂર્વ ઝોન ડીવાયએમસી, મધ્ય ઝોન ડીવાયએમસી અને 4 આસિ.કમિશનને વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો કે કેમ છે તમે અત્યાર કયા છો? આ પ્રકારના મેસેજ થયા અધિકારીઓ દ્વારા તરતજ મેયર ઓફિસ સંપર્ક કરાયો હતો. અને સમગ્ર ભાંડો ફુટયો હતો. અગાઉ મેયરના નામે ટ્વીટર હેન્ડલ ચાલતું હોવાનું પણ સામે આવેલ.હાલ સાઈબર ક્રાઈમ પોલીસ વધુ તપાસ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement