કરોડોના છેતરપિંડીકાંડમાં ભોગ બનનારની સંખ્યામાં સતત વધારો

26 May 2022 03:34 PM
Jamnagar
  • કરોડોના છેતરપિંડીકાંડમાં ભોગ બનનારની સંખ્યામાં સતત વધારો

વધુ બે વ્યકિતએ રૂા.21 લાખ ગુમાવ્યાનું પોલીસમાં આપ્યું નિવેદન: કુલ 35 લોકોએ છેલ્લા એક સપ્તાહમાં નાણા ગુમાવ્યાની જાહેર કરી માહિતી

જામનગર તા.26:
જામનગર શહેરના લસ્સીના વેપારીએ મળતીયા બે નિવૃત શિક્ષકો સાથે મળીને બે પેઢીમાં જુદી જુદી 18 લોભામણી સ્કીમોમાં 200 જેટલા લોકોને ફસાવીને કરોડોના ચીટીંગ પ્રકરણમાં વધુ બે શખસોએ રૂ.21 લાખ ગુમાવ્યાના પોલીસ નિવેદન લેવાયા છે અને વેપારી આરોપીના 7 દિવસના રીમાન્ડમાં ભોગ બનનાર 35 લોકો સામે આવ્યા છે.

શહેરના લાલ બંગલા પાસેના લસ્સીના વેપારી ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા નામના શખસે તેના મળતીયા નિવૃત શિક્ષકો નિઝાર સદરૂદીન આડતીયા, દોલત દેવાંનદાસ આહુજાએ એચ.યુ.એફ અને તન્જીલા ટ્રેડીંગ કંપની ખોલી હતી. આ પેઢીઓમાં રોકાણ કરવા માટે જુદી જુદી 18 જેટલી લોભામણી સ્કીમો લઈ આવ્યા હતા. જેમાં બિટ્રોલ સ્કીમમાં રૂ.5 લાખની આઈડી નાંખવાથી રૂા.અઢી લાખનું સોનું અને 180 દિવસમાં રકમ ડબલ કરવાની તેમજ આયઝન કોમ્પ્યુનીશનમાં 200 દિવસની સ્ક્રીમમાં રૂ.1.68 લાખની આઈડીમાં 200 દિવસ દૈનિક રૂ.1472 તમારા ખાતામાં જમા કરવા

તેમજ બેંગ કોંગ સહિતના દેશોની ટ્રીપોની લોભામણી સ્કીમોમાં 200થી વધુ આસામીઓ સાથે કરોડો રૂપિયાનું ચીટીંગ કર્યાનું ભોંગગ્રસ્ત જણાવી રહ્યા છે. આ ચીટીંગમાં માત્ર જામજોધપુરમાં જ એક શિક્ષક હિમાંશુભાઈએ રૂ.2.37 કરોડના ચીટીંગની ફરિયાદ નોધાવી છે. જેમાં વેપારી ભાવેશ મહેતાની પોલીસે ધરપકડ કરીને 7 દિવસના રીમાન્ડ પર લીધો છે અને પીઆઈ એમ.એન.ચૌહાણ તેમજ રાઈટર પી.પી.જાડેજા અને હરેશભાઈ પરમાર સહિતનાએ આકરી ઢબે પુછપરછ આરંભી છે. જેમાં ભોગ બનનારા 33 આસામીઓ સામે આવ્યા બાદ આજે વધુ ર આસામીઓએ રૂ.21 લાખ ગુમાવ્યા હોવાનું પોલીસમાં નિવેદન આપ્યું છે.

કરોડોના ચીટીંગમાં નોંધાયેલી ફરિયાદમાં ર00 જેટલા આસામીઓ ભોગ બન્યાનું જાહેર થયુ છે. જેમાં જામનગર જિલ્લાના ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ ભોગ બન્યા હોવાની જોરદાર યકચાર વ્યાપેલી છે. પરંતુ કોઈ નેતાએ પોલીસનો સંપક કર્યો નથી. ઉલ્લેખનિય છે કે. એસ.પી. પ્રેમસુખ ડેલુએ લોકોને ભોગ બન્યા હોય તો સામે આવવા શરૂઆતમાં જ અપીલ કરવામાં આવી હતી. છતાં હજુ મોટી રકમ ફસાઈ હોય છતા લોકો કોઈ કારણોસર પોલીસ સામે આવતા નથી.


Loading...
Advertisement
Advertisement