જામનગરમાં લમ્પી વાયરસથી થતા ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં આક્રોશ

26 May 2022 03:37 PM
Jamnagar
  • જામનગરમાં લમ્પી વાયરસથી થતા ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં આક્રોશ
  • જામનગરમાં લમ્પી વાયરસથી થતા ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં આક્રોશ
  • જામનગરમાં લમ્પી વાયરસથી થતા ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં આક્રોશ

હાથમાં બેનર પોસ્ટર રાખીને લાલબંગલા સર્કલમાં ધરણા પર બેસીને સૂત્રોરચાર કર્યા: મહાનગરપાલિકામાં જઇ આવેદન પત્ર આપી સઘન સારવારની વ્યવસ્થા કરવા કરાઇ માંગણી

જામનગર તા.26: જામનગરમાં પશુઓમાં લમ્પિ વાયરસનો રોગ ફેલાયો છે, અને જેના કારણે રસ્તે રઝળતી અનેક ગાયો મોતને શરણે જઈ રહી છે, ત્યારે જામનગર ના કેટલાક ગૌ ભક્તો અને કોંગી મહિલા કોર્પોરેટર દ્વારા પશુઓમાં વેક્સિનેશન કરાવવાની માંગ સાથે અને ગાયોને બચાવવા ની માગણી સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા, અને સૂત્રોચ્ચાર કરાયા છે.

જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે 80થી 90ના ગાયોના મૃત્યુ થયા નું જાણવા મળી રહ્યું છે, જ્યારે સરકારી ચોપડે માત્ર એક જ ગાયનું મૃત્યુ થયાનું જણાવાઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં રસ્તે રઝળતી અનેક ગાયો વાયરસ નો ભોગ બનેલી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રસ્તે રઝળતી ગાયો માં વેક્સિનેશન હાથ ધરવામાં આવે તે માટે અને તંત્રને જાગૃત કરવાના ભાગરૂપે જામનગરના કેટલાક ભક્તો ની સાથે વોર્ડ નંબર 4 ના કોંગી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા લાલબંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાના તંત્રની ઢીલી નીતિ નો વિરોધ કર્યો હતો.

જેઓએ પોતાના હાથમાં બેનરો રાખવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી પશુઓમાં વેકસીનેશન કાર્ય પૂર્ણ કરી લેવામાં નહીં આવે, ત્યાં સુધી ધરણા અવિરત ચાલુ રાખવામાં આવશે તેવી પણ તંત્રને ચીમકી અપાઇ છે. જામનગર શહેરમાં લમ્પિ વાયરસના 217 કેસ જ્યારે જિલ્લામાં 225 લમ્પિ વાયરસના કેસ જોવા મળ્યા છે, અને જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીના 2,665 ગાયોને વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના એરિયામાં રસ્તે રઝળતી ગાયો ને વેક્સિનેશન કરાયું ન હોવાના કારણે તેઓ બીમારીનો ભોગ બની રહી છે.

આવી રસ્તે રઝળતી ગાયને મહાનગર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલીક અસરથી પકડી લઇ રસીકરણ કરવાની તાતી જરૂરિયાત છે, તેમ જણાવી ગૌ ભક્તો દ્વારા આંદોલન શરૂ કરાયું છે. જામનગરના છેવાડાના વિસ્તારોમાં -ગાયોમાં લમ્પી વાયરસ ફેલાયા બાદ લમ્પીગ્રસ્ત વિસ્તારમાં બીનવારસુ એવી 94થી વધુ ગાયોના મોત થયા છે. હજુ પણ ગલીઓમાં બીમાર ગાયો હોવાના કોલ આવતા રહેતા હોવાથી મ્યુ.તંત્ર અને પશુપાલન વિભાગને 10 વાહનો અને માણસો ફાળવવામાં આવે તેમજ શહેરના તમામ 64 કોર્પોરેટરોના ફોનનંબરો જાહેર કરવામાં આવે

તેવી માંગણી સાથે વિપક્ષી મહિલા કોર્પોરેટર અને કેટલાક ગૌસેવકોએ ડે.કલેક્ટર અને ડે.કમિશનરને આવેદન આપ્યું છે. જામનગરમાં ગાંધીનગર, મચ્છરનગર, મોમાઈનગર, પુનિતનગર તેમજ પાછળના વિસ્તારો, રામેશ્વરનગર, નવાગામ ઘેડ, ખડખડનગર સહિતના વિસ્તારોમાં ગાયોને તાવ આવવા સાથે ચામડી નીચે ગઠ્ઠા-ગઠ્ઠા થઈ જવાના લક્ષણો ધરાવતો લમ્પી વાયરસજન્ય રોગ ફેયાયાનું સામે આવતાં પશુપાલન વિભાગે1400થી વધુ પાલતુ ગાયોનું રસીકરણ કર્યું હતું.

જો કે. છેલ્લા 12 દિવસોમાં પાલતુ ન હોય તેવી બીનવારસુ એવી 94 થી વધુ ગાયોના લમ્પી વાયરસગ્રસ્ત વિસ્તારમાં મૃત્યુ થયાના મહાનગરપાલિકાની સોલીડવેસ્ટ વિભાગને કોલ આવ્યા બાદ તમામ ગાયોને દફન ક્રિયા ઠેબા બાયપાસ ચોકડી પાસે કરવામાં આવી હતી. બાદમાં આજે વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને સાથેના ગૌસેવકો હિરેન ઝાલા વગેરેએ ડે. કલેક્ટર મિતેષ પંડયા, ડે. કમિશનર એ.કે. વસ્તાણીને આવેદન આપીને મ્યુ.કોર્ષો. અને પશુપાલન વિભાગને 10 છોટા હાથી, ડોક્ટરોની ટીમ આપવામાં આવે, જે ફોન ચાલુ હોય તે હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરવામાં આવે, શહેરના 64 નગરસેવકોના ફોન નંબર જાહેર કરવામાં આવે તેમજ પશુઓની સારવાર માટે જગ્યા ફાળવવામાં આવે. તેવી માંગણી કરી હતી.


Loading...
Advertisement
Advertisement