માંડાડુંગરમાં બહેન સાથે ઝઘડી રહેલા બનેવીને ટપારતા યુવકને લમઘાર્યો

26 May 2022 04:02 PM
Rajkot
  • માંડાડુંગરમાં બહેન સાથે ઝઘડી રહેલા બનેવીને ટપારતા યુવકને લમઘાર્યો

નવાગામ રહેતો કિશન તેના બનેવીને સમજાવા ગયો હતો: ઉશ્કેરાયેલા મહેશ અને તેનો ભાઈ તુટી પડયા: સારવારમાં

રાજકોટ,તા.26 : માંડાડુંગરમાં બહેન સાથે ઝઘડી રહેલા બનેવી સહિત બે શખ્સોએ ઢીકાપાટુંનો મારમારતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વધુમાં બનાવ અંગેની વિગત અનુસાર નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતાં કિશન ભુપતભાઈ જાલસણીયા (ઉ.વ.22) ગત રોજ માંડાડુંગરમાં માધવ વાટીકા પાસે સાસરે તેની બહેન કાજલના ઘરે ગયો હતો

ત્યારે તેની બહેન કાજલ સાથે ઝઘડી રહેલા તેના બનેવીને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા બનેવી મહેશ અને તેના ભાઈ હરેશે ઢીકાપાટુંનો મારમારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement