આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ

26 May 2022 04:32 PM
Jasdan Gujarat Rajkot Saurashtra
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ
  • આટકોટ હોસ્પિટલમાં પૈસાની નહીં, દર્દીની સારવારની થશે ચિંતા: શનિવારે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર રચશે ઈતિહાસ

* 2000 જેટલી ખાનગી બસો, 10,000થી વધુ ફોર-વ્હીલ, 60થી વધુ ટ્રેક્ટર સહિતના વાહનોમાં ત્રણ લાખથી વધુની મેદની થશે એકઠી

* હોસ્પિટલના ઉદ્ઘાટન માટે સાડા ચાર વર્ષ પછી જસદણની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ‘ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે તડામાર તૈયારીઓ: કે.ડી.પારવાડીયા હોસ્પિટલમાંથી પૈસાના વાંકે એક પણ દર્દી સારવાર વગર પરત નહીં જાય

રાજકોટ, તા.26 : શનિવારે જસદણના આટકોટમાં આરોગ્ય ક્ષેત્રે નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને જટિલ તેમજ ઈમરજન્સી કક્ષાની સારવાર માટે રાજકોટ અને અમદાવાદ સુધી લાંબું થવું પડતું હોવાથી ઘણી વખત દર્દીના જીવ ઉપર આફત આવી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર માટે ‘રાહત’ મળી રહે તે માટે આટકોટમાં 200 બેડની અત્યંત આધુનિક કક્ષાની હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે જેનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

* 24 ઓપીડી વિભાગ, 6 ઓપરેશન થિયેટર, આઈસીયુમાં 64 બેડ, બાળકની સારવાર માટે એનઆઈસીયુ, સર્પદંશ, પોઈઝન, દાઝી ગયેલા દર્દીઓ માટે અલગ વિભાગ સહિતની સુવિધાથી હોસ્પિટલ સજ્જ

કે.ડી.પારવાડિયા હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે આખા ગુજરાતમાંથી ત્રણ લાખ લોકોની મેદની આટકોટમાં એકઠી થનાર હોવાની આજે પત્રકાર પરિષદમાં હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.ભરતભાઈ બોઘરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ડૉ.ભરતભાઈ બોઘરાએ આજે જણાવ્યું હતું કે શનિવારે આટકોટ ખાતે હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભાને સંબોધન કરવાના હોવાથી આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી 2000 જેટલી ખાનગી બસો, 10,000થી વધુ ફોર-વ્હીલ, 60થી વધુ ટ્રેક્ટર સહિતના વાહનોમાં ત્રણ લાખથી વધુ લોકો આટકોટ ખાતે ઉમટી પડશે.

* 20 મેડિકલ ઑફિસર, 15 કાયમી ડૉક્ટરો, 39 વિઝિટિંગ તબીબ ઉપરાંત 195 નર્સિંગ-પેરા મેડિકલ સ્ટાફ દર્દીઓ માટે રહેશે તૈનાત: કોઈ દર્દીને સર્જરીની જરૂર હોય તો તાત્કાલિક રાજકોટથી તબીબને બોલાવાશે

તેમણે વધુમાં જણાવ્યું કે કે.ડી.પારવાડિયા હોસ્પિટલ પૈસાની નહીં બલ્કે દર્દીને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તેની ચિંતા કરશે. દેશના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય ન હોય તેવી આધુનિક હોસ્પિટલની સુવિધા ઉભી કરનાર આટકોટ સંભવત: પ્રથમ હશે તેમ જણાવતાં ડૉ.બોઘરાએ ઉમેર્યું કે અહીં પૈસાના વાંકે એક પણ દર્દી સારવાર વગર પરત નહીં ફરે અને જો કોઈ દર્દી પાસે સારવારના પૈસા નહીં હોય તો તેને વિનામૂલ્યે સાજું કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે આટકોટ આવી રહ્યા છે ત્યારે તેઓ સાડા ચાર વર્ષ જસદણમાં ઉપસ્થિત રહેનાર હોવાને લીધે તેમનું ‘ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હોસ્પિટલની વિશેષતા જણાવતાં ડૉ.બોઘરાએ કહ્યું કે કે.ડી.પારવાડિયા હોસ્પિટલમાં 24 ઓપીડી વિભાગ, 6 ઓપરેશન થિયેટર, આઈસીયુમાં 64 બેડ, બાળકની સારવાર માટે એનઆઈસીયુની વ્યવસ્થા કરવામાં આવી છે.

* પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કે.ડી.પારવાડિયા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ.ભરતભાઈ બોઘરા

કદાચ ગ્રામ્ય વિસ્તારમાં જન્મ સાથે જ અનેક બાળકને સારવારની જરૂર પડે ત્યારે એનઆઈસીયુ હોવું જરૂર હોય છે તેની સુવિધા પણ અહીં કરવામાં આવી છે. આ ઉપરાંત સર્પદંશ, પોઈઝન, દાઝી ગયેલા દર્દીઓ માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે. અહીં 20 જેટલા મેડિકલ ઑફિસર, 15 કાયમી ડૉક્ટરો, 39 વિઝિટિંગ તબીબો ઉપરાંત 195 નર્સિંગ-પેરા મેડિકલ સ્ટાફ દર્દીઓ માટે તૈનાત રહેશે. જો કોઈ દર્દીને ઈમરજન્સીમાં સર્જરીની જરૂર હોય તો તેના માટે તાત્કાલિક રાજકોટથી તબીબ આવી જાય તેના માટે હોસ્પિટલ દ્વારા રાજકોટના તબીબો સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. એકંદરે નાનામાં નાની અને મોટામાં મોટી બીમારીની સારવાર અહીં ઉપલબ્ધ બનશે.

આટકોટ ખાતે શ્રી કે.બી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું શનિવારે વડાપ્રધાન હસ્તે લોકાર્પણ કરાઇ તે પૂર્વે આજે આ હોસ્પિટલના મેનેજીંગ ડાયરેકટર અને સ્વપ્ન દ્રષ્ટા ડો. ભરત બોઘરાએ પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર કાર્યક્રમ અને આયોજનની માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા સાથે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય તેમાં ભોજનની વ્યવસ્થા સાથેની કાર્યક્રમ અંગેની સમીક્ષા સૌ આયોજકોએ કરી હતી. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી, કરશન બામટા)

ત્રણ લાખથી વધુ લોકોને અપાશે ભોજન પ્રસાદ
વડાપ્રધાન દ્વારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ જાહેરસભામાં ત્રણ લાખથી વધુ લોકો એકઠા થવાના છે ત્યારે આ તમામને ભોજનપ્રસાદ પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. આ માટે ધૂમાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે અહીં આવનાર એક પણ વ્યક્તિને ભૂખ્યા પરત જવું ન પડે તે માટે તમામને વ્યવસ્થિત ભોજન પીરસવામાં આવશે તેવું ડૉ.ભરતભાઈ બોઘરાએ પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન કહ્યું હતું.

વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ બપોરથી જ હોસ્પિટલ થઈ જશે શરૂ
આજે આટકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કે.ડી.પારવાડિયા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડૉ.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે તા.28ને શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા બાદ બપોરથી જ દર્દીઓને હોસ્પિટલનો લાભ મળતો થઈ જશે. અત્યારે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા અને સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ઉદ્ઘાટન થયા બાદથી જ દર્દીઓ હોસ્પિટલનો લાભ લઈ શકશે.

હોસ્પિટલમાં દર્દીને આમ-તેમ ભટકવું ન પડે તે માટે માર્ગદર્શન વિભાગ પણ કાર્યરત
સામાન્ય રીતે કોઈ મોટી હોસ્પિટલમાં દર્દી જાય એટલે તેણે કોને મળવું, કયા વિભાગમાં જવું, કયો વિભાગ ક્યાં આવેલો છે તેને લઈને આમતેમ દોડધામ કરવી પડતી હોય છે. આ માટે હોસ્પિટલમાં દર્દીને આમતેમ ભટકવું ન પડે તે માટે અલાયદો માર્ગદર્શન વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે. અહીંથી દર્દીને નાનામાં નાની અને મોટામાં મોટી વિગતો ગણતરીની મિનિટોમાં મળી શકશે.

જે સર્જરી 30 હજારમાં થાય છે તે આટકોટમાં માત્ર પાંચ હજારમાં જ થઈ જશે: જનરલ વોર્ડમાં 250 રૂપિયા જ લેવાશે
ડૉ.ભરતભાઈ બોઘરાએ હોસ્પિટલની વિશેષતા જણાવતાં કહ્યું કે સામાન્ય રીતે જે સર્જરી પાછળ ત્રીસેક હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તે સર્જરી દર્દીઓ અહીં માત્ર પાંચ હજાર જ કરાવી શકશે. આ ઉપરાંત ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી પાસેથી એક દિવસનું 1500 રૂપિયા ભાડું જ લેવાશે તો જનરલ વોર્ડમાં દાખલ દર્દીએ માત્ર 250 રૂપિયા જ ભરપાઈ કરવાના રહેશે. ખાસ કરીને જે દર્દી પાસે સારવાર કરાવવાના પૈસા ન હોય તેને પણ ઉત્તમ સારવાર આપવામાં આવશે અને તેની સારવારનો તમામ ખર્ચ ટ્રસ્ટીઓ દ્વારા ઉઠાવવામાં આવશે.

હોસ્પિટલ ટ્રસ્ટમાં 100 ટ્રસ્ટીઓનો સમાવેશ: તમામની એક જ પ્રતિજ્ઞા, દર્દીઓને ઉની આંચ ન આવવી જોઈએ
આટકોટ ખાતે નિર્માણ પામેલી 200 બેડની કે.ડી.પારવાડિયા હોસ્પિટલના ટ્રસ્ટમાં 100 જેટલા ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ડૉ.ભરતભાઈ બોઘરાએ જણાવતાં ઉમેર્યું કે તમામ ટ્રસ્ટીઓની એક જ પ્રતિજ્ઞા છે કે અહીં સારવાર માટે આવનારા દર્દીઓને ઉની આંચ ન આવે. આ ઉપરાંત હોસ્પિટલના સંચાલન માટે દર વર્ષે ટ્રસ્ટીઓ દ્વારા દાન આપવામાં આવશે અને પૈસાના વાંકે હોસ્પિટલના સંચાલનને જરા પણ તકલીફ ન પહોંચે તેવું આયોજન અત્યારથી જ કરી લેવામાં આવ્યું છે.

આયુષ્યમાન કાર્ડ ધારકોને મફત સારવાર, કાર્ડ નહીં હોય તો કાઢી અપાશે: અલગ કાઉન્ટર રહેશે કાર્યરત
ડૉ.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર્દીઓના લાભાર્થે શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓને આયુષ્યમાન કાર્ડની સુવિધા આપવામાં આવી છે તેના થકી લોકો સારવાર મેળવી શકે છે ત્યારે આટકોટની કે.ડી.પારવાડિયા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારકોને મફતમાં સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ દર્દી ઈમરજન્સીમાં અહીં દાખલ થાય પરંતુ તેની પાસે આયુષ્યમાન કાર્ડ નહીં હોય તો હોસ્પિટલ દ્વારા તેને કાર્ડ પણ કાઢી અપાશે. આ ઉપરાંત કોઈને કાર્ડ રિન્યુ કરાવવું હોય તો તે પણ અહીં થઈ જશે. આ માટે એક અલગ જ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા ઈચ્છુક લોકો માટે એક દિવસનું અઢી લાખ રૂપિયા દાન
સૌરાષ્ટ્ર જેટલું તેની રહેણી-કહેણી અને ખાણીપીણી માટે જાણીતું છે એટલું જ દાનની સરવાણી માટે પણ ગુજરાત જ નહીં બલ્કે આખા દેશમાં વખણાય છે. વાત જ્યારે આરોગ્યની આવે એટલે અહીંના લોકો પાછું વળીને બિલકુલ જોતાં નથી ત્યારે આટકોટ ખાતે નિર્માણ પામેલી હોસ્પિટલમાં અનોખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે પ્રમાણે જો કોઈ દાતા તમામ દર્દીઓને સારવાર આપવા માટે ઈચ્છુક હોય તો તે અઢી લાખ રૂપિયા દાન આપીને સારવાર અપાવ્યાનું પુણ્ય કમાઈ શકશે. આમ દાનના પવિત્ર મહિમા સાથે દર્દીનારાયણની ખેવના પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.


સરકાર પાસેથી 300 જેટલી બસ લેવાઈ, તમામનું ભાડું પણ ચૂકવાયું: એક પણ સુવિધા મફતમાં નથી લેવાઈ
ડૉ.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને લાવવા-મુકવા માટે હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા 300 જેટલી એસ.ટી.બસ ભાડે લેવામાં આવી છે જે તમામનું ભાડું ચૂકવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પાસેથી એક પણ સુવિધા મફતમાં લેવામાં આવી નથી અને તમામના પૈસા ચૂકતે કરી દેવામાં આવ્યા છે. ટ્રસ્ટી મંડળ દ્વારા હોસ્પિટલના ઉદ્ઘાટન માટે સરકાર ઉપર કોઈ પ્રકારનું ભારણ ન આવે તે માટે તમામ પ્રકારના ભાડા-ભથ્થા ચૂકવવામાં આવ્યા છે.

શનિવારે આખી સરકારનો આટકોટમાં મુકામ: મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓની ઉપસ્થિતિ
શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટકોટની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આખી સરકાર આટકોટ ખાતે મુકામ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતનું આખું કેબિનેટ ઉપરાંત સંગઠનના તમામ દિગ્ગજ નેતાઓ આટકોટ ખાતે ઉપસ્થિત રહેશે. એકંદરે એક દિવસ માટે આખી સરકાર આટકોટથી કાર્યરત રહેશે.


આટકોટ હોસ્પિટલ લોકાર્પણ પૂર્વે ગ્રામજનોની મીટીંગ મળી: ડો. ભરત બોઘરાનું સન્માન
લોકાર્પણ સમારોહમાં ગ્રામજનોને ઉમટી પડવા આહવાન કરાયું
(કરશન બામટા) આટકોટ, તા.26: આટકોટ હોસ્પિટલનું લોકાપર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો ઉમટી પડયા હતા ડો ભરતભાઈ બોઘરા તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આટકોટ તથા આજુબાજુના લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ થયેલ છે તે બદલ ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો જસદણ તાલુકા ના લોકો ને હવે થોડા પૈસામાં અહી સારી સુવિધા ઉપલબ્ધ થયેલ છે તેમ ભરતભાઈ જણાવ્યું હતું આટકોટ ની મિટિંગ મા ગામના લોકો ઉમટી પડ્યા હતાં ભરતભાઈ બોઘરા નું સાફો બાંધી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

વડાપ્રધાનના કાર્યક્રમમાં આજુબાજુ ના પંદર ગામના લોકો સેવા આપવા આવશે. આટકોટ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ કરવા આગામી તારીખ : 28-5-2022 ના રોજ આપણા દેશના આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી આવતા હોય

તેની તૈયારીઓ અને સહયોગ અંગેની સમસ્ત આટકોટ ગામ ના લોકોની મળેલી મિટિંગમાં કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા ડો.ભરતભાઇ બોઘરા અને આટકોટ નાજ બંને દાતાશ્રીઓ પાટીદાર પરીવાર અને પરવાડીયા પરિવાર નું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ અને સમસ્ત ગામ સ્વયંભુ ઉમટી પડ્યું હોય ડો.ભરતભાઇ બોઘરા પણ ખુબ ખુશ થઈ ગયા હતા અને આગામી તારીખ 28 ના રોજ સમસ્ત ગામ ને આદરણીય પ્રધામંત્રીશ્રી ને વધાવવા ઊમટી પડવા આહ્વાન કરવામાં આવ્યું અને સમસ્ત આટકોટ ગામ ના લોકોએ સધિયારો પુરો પાડતા હર્ષ અને ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement