અરબી સમુદ્રમાં ચોમાસુ આગળ ચાલ્યુ: કેરળમાં પ્રવેશ તરફ હવામાનખાતાની વોચ

26 May 2022 05:02 PM
India Top News
  • અરબી સમુદ્રમાં ચોમાસુ આગળ ચાલ્યુ: કેરળમાં પ્રવેશ તરફ હવામાનખાતાની વોચ

દક્ષિણ શ્રીલંકા કવર થયુ: 48 કલાકમાં વધુ આગળ ધપવા સાનુકુળ સંજોગો

નવી દિલ્હી તા.26
દેશમાં ચોમાસાના આગમનની તૈયારી હોય તેમ પાંચેક દિવસથી સ્થગીત સીસ્ટમ તોડી આગળ વધી છે અને 48 કલાકમાં વધુ આગળ વધવાના સાનુકુળ સંજોગો હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગના રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે નૈઋત્ય ચોમાસુ દક્ષિણ પશ્ર્ચિમ તથા દક્ષિણ પુર્વ અરબી સમુદ્રના અમુક ભાગો તથા દક્ષિણ બંગાળની ખાડીમાં આગળ વધ્યુ છે. દક્ષિણ અરબી સમુદ્ર, સમગ્ર માલદીવ તથા તેને સંલગ્ન લક્ષદ્વીપમાં આવતા 48 કલાકમાં આગળ વધવામાં સાનુકુળ સંજોગો છે. કેરળમાં કયારે પ્રવેશ મેળવશે તેના પર વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંતોએ એવો નિર્દેશ કર્યો છે કે ચોમાસાએ શ્રીલંકાના દક્ષિણ ભાગને કવર કરી લીધુ છે. દક્ષિણ અરબી સમુદ્રમાં 7.50 ડીગ્રી ઉતર પર છે. કેરળના દક્ષિણ ભાગે છે કયારે અને કેટલુ આગળ વધે છે તે જોવાનું રહેશે.

ઉતર પશ્ર્ચીમ રાજસ્થાનથી અંતરિયાળ ઓડીશા સુધી ટ્રફ છે. ઉપરાંત ઉતરીય બિહાર તથા આસપાસના ભાગો પર સાયકલોનિક સરકયુલેશન છે તેના પ્રભાવ હેઠળ પુર્વોતર ભારતમાં હળવો-મહતમ વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ, ઓડીશા, પશ્ર્ચીમ બંગાળ તથા સીકકીમમાં વિજળીના કડાકાભડાકા તથા ગાજવીજ અને તોફાની પવન સાથે છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

કેરળ-લક્ષદ્વીપમાં વિજળી ત્રાટકવા સહિત વ્યાપક તોફાની વરસાદની શકયતા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક તથા તામીલનાડુ, પુડચેરીમાં પણ છુટાછવાયો વરસાદ શકય છે. કેરળ તથા ઉતરીય તામીલનાડુમાં આવતીકાલ સુધી કયાંય ભારે વરસાદની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસુ કેરળમાં પહોંચી ગયા પછી પણ તેની આગળ ધપવાની ગતિ ધીમી પડી શકે છે એટલે કેરળ પછી અન્ય ભાગોમાં ચોમાસાનો પ્રવેશ કયારે થશે તે વિશે હવામાન વિભાગ સતત વોચ રાખી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement