બેંકઓફ ઈન્ડિયાનો Q4FY22 માં ચોખ્ખો નફો 142.31% YOY ના વધારા સાથે રૂ।.606 કરોડ &FY 2021-22માં ચોખ્ખો નફો રૂ।.3405 કરોડ રહ્યો

26 May 2022 05:29 PM
Rajkot
  • બેંકઓફ ઈન્ડિયાનો Q4FY22 માં ચોખ્ખો નફો 142.31% YOY ના વધારા સાથે રૂ।.606 કરોડ &FY 2021-22માં ચોખ્ખો નફો રૂ।.3405 કરોડ રહ્યો

રાજકોટ,તા.26
બેંક ઓફ ઈન્ડિયાએ તેના કયુ4એફવાય22ના પરિણામો જાહેર કર્યા હતા જેમાં કયુ4એફવાય22માં રૂ।.606 કરોડનો ચોખ્ખો નફો નોધાવ્યો.જે વાર્ષિક ધોરણે 142.31 ટકા વધારો દર્શાવે છે. આર.ઓ.એ.0.30ટકા પર છે.જે વાય.ઓ.વાય 17બીપીએસનો સુધારો દર્શાવે છે. ઈકિવટી પર વળતર (આર.ઓ.ઈ)6.64 ટકા પર છે. વાય.ઓ.વાય 267 બી.પી.એસનો સુધારો દર્શાવે છે.

14.2ટકાના સી.ઈ.ટી-1 રેશિયો સાથે સી.આર.એ.આર 17.04 ટકા છે ગ્રોસ એનપીએ 379 બીપીએસ વાય.ઓ.વાય ઘટીને 9.98 ટકા પર રહ્યો નેટ એનપીએ 101 બીપીએસ વાયઓવાય ઘટીને 2.34ટકા પર રહ્યો. પ્રોવિઝન કરવેજ રેશિયો (પી.સી.આર)87.76ટકા પર રહ્યો.

એફ.વાય 2021-22માં વાર્ષિક ચોખ્ખો નફો 57.60 ટકા ના વધારા સાથે રૂ।.3405 કરોડ રહ્યો ઈકિવટી પર વળતર (આર.ઓ.ઈ.)એફ.વાય 2021-22માં 10.55 ટકા પર છે એફ.વાય 2021-22માં ગ્રોસ એનપીએ 9.98 ટકા અને નેટ એનપીએ 2.34 ટકા પર રહ્યો બિન-વ્યાજ આવકમાં 15.15ટકાના વધારા સાથે રૂ।.7879 કરોડ રહી. સી.એ.એસ.એ. રેશિયો વાય.ઓ.વાય 9.26 ટકા વધારા સાથે કયુએફવાય22માં 45.02 ટકા રહ્યો. વૈશ્ર્વિક ઋણમાં 11.35 ટકા નો વધારો,આર.એ.એમ. ઋણ વાય.ઓ.વાય 15.70 ટકા નો વધારો નોધાવ્યો.ચોખ્ખી વ્યાજ આવક (એન.આઈ.આઈ.)કયુ4એફવાય22 માટે રૂ।.3986સી.આર. રહી જે કયુ4 એફવાય21માં રૂ।.2936 કરોડ હતી. બિન વ્યાજ આવક કયુ4એફવાય22 રૂ।.1587 કરોડ રહી જે કયુ4એફવાય21 માં રૂ।.1829 કરોડ હતી. એન.આઈ.એમ (ગ્લોબલ) કયુ4એફવાય22માં 2.58 ટકા અને એન.આઈ.એમ (ડોમેસ્ટિક) 2.90 ટકા રહી.વૈશ્ર્વિક વ્યાપાર 4.56 ટકા વાય.ઓ.વાય વધ્યો જેમાર્ચ 21માં રૂ।.10,37,549 કરોડથી માર્ચ 22માં રૂ।.10,84,910 કરોડ થયો છે.

બેકે ડિજિટલ બેંકિંગ અપનાવવામાં સિંહ ફાળો નોધાવ્યો ઈન્ટરનેટ બેન્કિંગ વપરાશકર્તાઓ માર્ચ 21માં 7.60 મિલિયનથી વધીને માર્ચ 22માં 8.09 મિલિયન થયા: મોબાઈલ બેન્કિંગ વપરાશકર્તાઓ માર્ચ 21માં 4.34 મિલિયનથી વધીને માર્ચ 22માં 6.11 મિલિયન અને યુ.પી.આઈ વપરાશકર્તાઓ માર્ચ 21માં 9.98 મિલિયનથી વધીને માર્ચ 22માં 12.99 મિલિયન થયા.


Related News

Loading...
Advertisement
Advertisement