રાજકોટ,તા.26 : શહેરના ખોખડદડ પુલ પાસે વેલનાથપરામાં રહેતા યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પત્નીએ અભ્યાસ બાદ સંતાન પ્રાપ્તિનું વિચારીશું તેમ કહેતા લાગી આવ્યું અને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ખોખડદડ પાસે વેલનાથપરામાં રહેતા રવિ મનસુખભાઈ સોલંકી(ઉ.વ.22)એ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી.સુખાનંદીએ કાગળો કરી તપાસ કરતા રવિએ પત્નીને સંતાન પ્રાપ્તિનું કહેતા પત્નીએ કહ્યું કે મારે હમણાં એલએલબીનો અભ્યાસ ચાલુ છે જે પૂરો થયા બાદ આપણે સંતાન પ્રાપ્તિનું કાંઈક વિચારીશું તેમ કહેતા પગલું ભરી લીધું હતું.યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.