પરીવારે લગ્નની ના પાડતા યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

26 May 2022 05:38 PM
Rajkot Crime
  • પરીવારે લગ્નની ના પાડતા યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

રાજકોટ,તા.26
સંતકબીર રોડ પર કારખાનામાં કામ કરતાં ચોટીલાના જયેશને પરીવારે લગ્નની ના પાડતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની વધુ વિગત અનુસાર ચોટીલાના સીરોળા ગામે રહેતા જયેશ ધીરૂભાઈ સીલકરી (ઉ.વ.22) સંતકબીર રોડ પર આવેલા ગણેશ સીલ્વર કારખાનાની ઓફીસમાં ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર જયેશભાઈના ભાઈએ જણાવ્યું હતું કે જયેશ ઘણા સમયથી રાજકોટના ગણેશ સિલ્વર કારખાનામાં ચાંદીકામનું કામ કરે છે. જેમને અમારા ફઈની પુત્રીની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તેને પરીવારને જાણ કરીને લગ્ન કરવાનું જણાવતાં પરીવારે આ સંબંધના થઈ શકે કહીને લગ્નની ના પાડતા જેમનું માઠું લાગી આવતા પગલું ભર્યું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બીડીવીઝન પોલીસને જાણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement