નવી દિલ્હી તા.8
દુનિયામાં પહેલીવાર એક દવાની ટ્રાયલમાં સામેલ કેન્સરનાં બધા દર્દીઓ સાજા થઈ ગયા છે. જોકે આ ટ્રાયલ માત્ર 18 દર્દીઓ પર થઈ છે.તેમને 6 મહિના સુધી ડોસ્ટારલિમૈવ નામની દવા આપવામાં આવી હતી. બાદમાં દર્દીઓનું રેકટલ કેન્સર મટી ગયુ હતું. બધા દર્દીઓમાં કેન્સર ટયુમર ગાયબ થતુ જોવા મળેલુ.
આ ટ્રાયલ સ્ટડી ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન’માં પ્રકાશીત થયુ છે. તેના લેખક ડો.લ્યુસ એ.ડિયાઝે જણાવ્યું હતું કે કેન્સરના ઈતિહાસમાં પહેલીવાર આમ થયું છે. જેમાં સારવાર બાદ દરેક દર્દીનું કેન્સર ગાયબ થઈ ગયુ છે. ટ્રાયલ દરમ્યાન 3-3 અઠવાડીયા 6 ડોઝમાં સારવાર કરવામાં આવેલી.પુરી સારવારનો ખર્ચ લગભગ 66 હજાર રૂપિયા થયો હતો. 6 મહિના બાદ એન્ડોસ્કોપી એમઆરઆઈ અને અન્ય રિપોર્ટમાં જાણવા મળ્યું કે રેકટલ કેન્સર ઠીક થઈ ગયુ છે.અત્યાર સુધી આવા દર્દીઓની સારવાર કિમોથેરાપી રેડીએશન અને કઠીન સર્જરીથી થતી હતી જેના કારણે દર્દીઓને અનેક પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
નિષ્ણાંતો બોલ્યા ઓછામાં ઓછા 100 દર્દીઓ પર સ્ટડી જરૂરી:
ભારતના કેન્સર એકસપર્ટનુ કહેવુ છે કે હાલ આ સ્ટડી માત્ર 18 દર્દીઓ પર થયો છે. આ સ્ટડી ઓછામાં ઓછા 100 દર્દીઓ પર ટ્રાયલ કરવી જોઈએ. ત્યારપછી ડોસ્યારલિમૈબથી સારવાર શરૂ કરી શકાય છે. ડો.અંશુમન કુમારે જણાવ્યું હતું કે રેકટલ કેન્સર મોટા આંતરડા અને મલાશયના રસ્તાનું કેન્સર છે. નવી સારવારને મોટા સ્ટડી બાદ જ અપનાવવો જોઈએ આ એક મોટુ પરિવર્તન સાબિત થઈ શકે છે.