લાંબા લોકોને બિમારીઓ પણ વધુ

08 June 2022 11:57 AM
Health India World
  • લાંબા લોકોને બિમારીઓ પણ વધુ

* અમેરિકાનાં સંશોધકોનું રસપ્રદ સંશોધન

* લાંબા પુરૂષોમાં ત્વચા અને હાડકા સંબંધી રોગ અને લોહી ગંઠાઈ જવાના વધુ ખતરા: સંશોધકો

વોશીંગ્ટન ,તા.8
કેટલાંક લંબાઈ વધારવા કસરત કરતા હોય છે.દવા કરાવતા હોય, લાંબી વ્યકિતની કંઈક અલગ પર્સનાલીટી હોય છે.જયારે બીજી બાજુ નવુ સંશોધન બહાર આવ્યું છે કે લાંબા લોકોને બિમારી વધુ હોય છે.

સંશોધકોએ એક સંશોધનમાં દાવો કર્યો હતો કે લાંબા લોકોને ત્વચા અને હાડકા સબંધી સંક્રમણનો ખતરો વધુ રહે છે. સાથે સાથે આવા લોકોમાં 100 થી વધારે બિમારીઓનું જોખમ હોય છે.અધ્યયનનું નિષ્કર્ષ પીએલઓએસ જેનેટીકસ ઓપન એકસેસ પત્રિકામાં પ્રકાશીત થયુ છે.

કોઈ વ્યકિતની લંબાઈ અને બિમારી વચ્ચેનાં સબંધને લઈને થયેલા દુનિયાના સૌથી મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાંબા લોકોમાં હૃદય અને હાઈબ્લડ પ્રેસર જેવી બિમારીઓનો ખતરો ઓછો હોય છે. અમેરિકાનાં રોકી માઉન્ટેન રિજનલ વી.એ.મેડીકલ સેન્ટરના શ્રીધરન રાઘવને જણાવ્યુ હતું કે અભ્યાસમા અઢી લાખ લોકોને સામેલ કરાયા હતા.

તેમા જાણવા મળ્યુ હતું કે, લાંબા હોવું એટ્રીયલ ફાઈબ્રિલેશન અને વેરીકાજ નસોના ઉચ્ચ જોખમ સાથે જોડાયેલું છે.પાંચ ફૂટ નવ ઈંચથી વધુ લંબાઈ વાળા પુરૂષોમાં ત્વચા અને હાડકા સંબંધી રોગ અને લોહીના ગંઠાઈ જવાનો ખતરો વધુ હતો.


Related News

Loading...
Advertisement
Advertisement