લોહીના કેન્સર, મલ્ટીપલ સિરોસીસ ગંભીર બિમારીમાં સામેલ: કલેમમાં સરળતા

08 June 2022 12:00 PM
Health India
  • લોહીના કેન્સર, મલ્ટીપલ સિરોસીસ ગંભીર બિમારીમાં સામેલ: કલેમમાં સરળતા

* મેડીકલેમ માટેની 36 બિમારીઓની વ્યાખ્યા સરળ કરાઈ

* કેન્સર માટેની મેડીકલેમ પોલીસીમાં વિમા ઓથોરીટી દ્વારા મહત્વના ફેરફાર: દાવાની પતાવટમાં રદ થવાની શકયતા ઘટશે

નવી દિલ્હી તા.8
દેશમાં કોવિડ કાળ બાદ લોકોમાં આરોગ્ય બાબતે આવેલી જાગૃતિમાં ખાસ કરીને મેડીકલેમ પોલીસી લેવાનું પ્રમાણ વધી ગયું છે અને ખાસ કરીને આ પ્રકારની પોલીસીના વિમા પ્રીમીયમમાં રૂા.25000 સુધીનું વાર્ષિક વિમા પ્રીમીયમ આવકવેરામાંથી બાદ પણ મળે છે તે સ્થિતિ વચ્ચે હાલમાં જ વિમા ઓથોરીટીએ હવે આ પ્રકારની વિમા પોલીસીમાં ગંભીર બિમારીની વ્યાખ્યા નવેસરથી નિશ્ચિત કરી છે અને કેટલીક નવી બિમારીને પણ આ પ્રકારની ગંભીર બિમારીમાં ઉમેરીને વિમા ધારકને રાહત આપવા પ્રયાસ કર્યા છે.

વાસ્તવમાં વિમા ઓથોરીટી પાસે આવેલી ફરિયાદ મુજબ અનેક વિમા કંપ્નીઓ આ પ્રકારની ગંભીર બિમારીને પોલીસીમાં કવર કરતા સમયે અનેક શરતો રાખતી હતી અને જયારે કલેમ આવે તો તેમાં દાવા રદ થવાની સંખ્યા વધતી જતી હતી અને હવે આ પ્રકારની પોલીસીમાં ગંભીર બિમારીની વ્યાખ્યા અને કઈ કઈ બિમારી ગંભીર છે તેની એક ખાસ સુચી પણ તૈયાર કરી છે અને વિમા કંપ્નીઓને તેના પોલીસી ધારક કે નવા ગ્રાહકોને સ્પષ્ટ રીતે તેની જાણ કરવા માટે પણ સૂચના આપી છે જેના કારણે ભવિષ્યમાં હવે આ પ્રકારના દાવાની પતાવટમાં સરળતા રહેશે તથા પોલીસી ધારકને પણ રાહત રહેશે.

હાલ વિમા પોલીસી મુજબ 8થી36 પ્રકારની ગંભીર બિમારીઓનું નકવરથ વિમા પોલીસીમાં મળે છે પણ તેમાં અનેક બિમારીમાં 90 દિવસનો વેઈટીંગ પીરીયડ હોય છે. મતલબ કે પોલીસી લીધા બાદ 90 દિવસ પછી જ આ પ્રકારની બિમારીના માટે નકવરથ શરૂ થાય છે. હવે જે નવી બિમારીને ‘ગંભીર’ બિમારીમાં સામેલ થઈ છે તેમાં ખાસ કરીને કેન્સર પોલીસીમાં લ્યુકેમીયા (લોહીના તથા હાડકાના માળામાં થતા કેન્સર) લીમ્ફોમા- એ બ્લડ કેન્સરનું સૌથી ઘાતકી સ્વરૂપ છે તે ઉપરાંત મલ્ટીપલ સીરોસીસ તથા અવાજ લુપ્ત થવો વિ.ને ગંભીર બિમારીમાં સામેલ કરવામાં આવ્યા છે.

જો કે તમામ બિમારી જે ગંભીર હોય તેને આ પ્રકારની પોલીસીમાં સામેલ કરવામાં આવે જ છે અને ખાસ કરીને અનેક બિમારીમાં ફકત હોસ્પીટલ ઈન્ડોર પેશન્ટ તરીકે નહી પણ તમો હોસ્પીટલમાં દાખલ થયા વગર પણ જેનો ઈલાજ થઈ શકે તેવી બિમારીને સામેલ કરવામાં આવે છે. જો કે હજું દેશની વયસ્ક વસતિ જેઓ પોતે 18 વર્ષ કે વધુ વયના હોય તેવા 42 કરોડ લોકો પાસે કોઈ આરોગ્ય પોલીસી નથી.


Related News

Loading...
Advertisement
Advertisement