વોશિંગ્ટન તા.10
ગાજર અને બિટ જેવા શાકભાજીના નિયમિત સેવનથી માનવ શરીર પર વાયુ પ્રદુષણની અસરને ઘટાડી શકાય છે. એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. એક્રોલીન શરીરમાં બનનારી એક ખૂબ જ ખરાબ ગંધ હોય છે, જે સિગરેટ અને વાહનોના ધૂમાડામાં પ્રચૂર માત્રામાં હોય છે.
સંશોધકોના અનુસાર ફાઈટોન્યુટ્રીએન્ટસથી ભરપુર અજમો, ગાજર, બીટ જેવા શાકભાજી એક્રોલિનથી પેદા થતી વિષાકતતાને ઘટાડે છે. ‘ધી જર્નલ ઓફ ન્યુટ્રીશનલ બાયો કેમીસ્ટ્રી’માં પ્રકાશિત નિષ્કર્ષથી ખબર પડે છે કે એક્રોલીનથી પેદા થયેલી વિષાકતતાને ઓછી કરી શકાય છે, જેથી તેની ખરાબ અસરની આશંકાઓ ઓછી થઈ જાય છે.
પ્રદુષણથી સુરક્ષા અને ખોરાકને લઈને સંબંધ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે દુનિયાભરમાં લગભગ 70 લાખ લોકોના મોત વાયુ પ્રદુષણથી થાય છે. પ્રદુષિત હવામાં નાઈટ્રોજન ડાઈ ઓકસાઈડ, પાર્ટિકયુલેટ મેટર, ઓઝોન, ડીઝલના બારીક કણ હોય છે.
જે શરીરની કોશિકાઓ અને ઈમ્યુન સીસ્ટમ પર હુમલો કરી આપણને બીમાર કરે છે, પરંતુ સંશોધનનું માનીએ તો આપણે શું ખાઈએ છીએ તેને વાયુ પ્રદુષણ સામે સુરક્ષા મળવા વચ્ચે એક સંબંધ છે.