નવી દિલ્હી,તા. 11
આગામી મહિનાથી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં દંડ સહિતનું પેમેન્ટ ક્રેડીટ અને ડેબિટ કાર્ડથી પણ કરી શકાશે. રેલવે ઇલેકટ્રોનિક સાધનોને નિર્વિઘ્ન ચલાવવા માટે તેને ફોર-જી સેવા સાથે જોડી રહ્યું છે. હાલ રેલવેમાં 2-જી સીમ હોવાના કારણે નેટવર્કની મુશ્કેલી પેદા થાય છે.
રેલવે બોર્ડ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પીઓએસમાં 2-જી સિસ્ટમ સિમ સિસ્ટમ હોવાથી દૂરના ક્ષેત્રોમાં નેટવર્કની સમસ્યા પેદા થાય છે. આથી રેલવે સ્ટાફને પોઇન્ટ સેલ મશીન, હેન્ડ હેલ્ડ ટર્મિનલ જેવા ઇલેકટ્રોનિક ગેજેટ ચલાવવામાં પરેશાની પડે છે. પીઓએસને ફોર-જી ટેકનોલોજી સાથે જોડવાથી આ સમસ્યાનો હલ થઇ જશે.
ત્યારબાદ રેલયાત્રીઓને રોકડની સાથે સાથે જ ડેબિટ કાર્ડ ક્રેડીટ કાર્ડથી ઓનલાઇન પેમેન્ટની સુવિધા મળી જશે. જ્યારે ટીટીઇ મેન્યુઅલના સ્થાને હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન દ્વારા રિઝર્વેશન ચાર્જ પણ જોઇ શકશે. 36000થી વધુ ટીટીઈઓને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન અપાઈ ચૂક્યા છે. જેનું લક્ષ્ય ટિકિટ વિના રેલ યાત્રીઓ અને સ્લીપરની ટીકીટ લઇને વાતાનુકુલિત શ્રેણીમાં સફર કરનારાઓને ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવાનું પણ લક્ષ્ય છે. ટીટીઇ ટિકિટ બનાવીને કે સ્લીપર એસીના ભાડા વચ્ચેનો તફાવત કાઢીને એકસેસ ફેરની ટિકિટ આપે છે હવે યાત્રી તેનું પેમેન્ટ પણ ડેબિટ-ક્રેડીટ કાર્ડથી પણ કરી શકશે.