જયોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે, કોઇપણ ગ્રહ કોઇ એક રાશિમાં મોજુદ હોય છે પછી કોઇ નિશ્ર્ચિત સમયમાં બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ બધા જાતકો પર શુભ કે અશુભ બંને પ્રકારનો પડે છે.
જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી જોવામાં આવે તો દર મહિને સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. કુંડળીમાં સૂર્ય શુભ ભાવમાં હોય તો વ્યકિતને નોકરી, માન-સન્માન તથા ધન લાભ થાય છે. તા.15મી જૂનના બુધવારે સૂર્યદેવ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પરિવર્તન કરે છે. સૂર્યનો ગોચરનો બધી રાશિઓમાં અલગ અલગ પ્રભાવ પડશે. કોઇના માટે શુભ તો કોઇના માટે ગોચરનો સૂર્ય અશુભ સાબિત થઇ શકે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી કોના પર અશુભ પ્રભાવ પડી શકે છે અને કઇ રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. તેની વિગતો પ્રસ્તુત છે.
વૃષભ રાશિ
ગ્રહોના અધિપતિ સૂર્ય વૃષભ રાશિના ચતુર્થ ભાવનો સ્વામી છે અને હવે 15 જુનના મિથુન રાશિમાં ગોચરને દરમ્યાન સૂર્ય વૃષભ રાશિથી બીજા ભાવમાં ગોચર કરશે. આર્થિક દ્રષ્ટિથી આ અવધિમાં જાતકની આવકમાં વૃધ્ધિ થવાની સંભાવના અધિક રહેશે. જો આ સમય દરમ્યાન સંપતિ કે જમીનમાં રોકાણ કરશો તો ઉત્તમ લાભ મળવાના યોગ છે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત હો તો ઉચ્ચ અધિકારીઓનો સહયોગ અને સારો લાભ મળવાની સંભાવના છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય પોતાના લગ્ન ભાવનો સ્વામી છે. અને સૂર્ય ગ્રહનું આ ગોચર આ રાશિના જાતકો માટે વિત્તીય જીવનમાં વિભિન્ન સ્ત્રોતોથી લાભ પ્રાપ્ત કરવાની સંભાવના બનાવશે. તે સિવાય આ સમય દરમ્યાન જાતકની આવકમાં વૃધ્ધિ થવાની શકયતા છે. જેની આર્થિક સ્થિતિ બહેતર બની શકે છે સાથે સમાજમાં માન-સન્માન પણ વૃધ્ધિ થવાની શકયતા છે, પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો છે, નોકરીયાતોને પ્રમોશન મળવાના યોગ છે.
મકર રાશિ
સૂર્ય ગ્રહ મકર રાશિના જાતકો માટે આઠમા ભાવનો સ્વામી છે અને હવે આ ગોચર પોતાની રાશિથી છઠ્ઠા ભાવમાં રહેશે. કાર્યક્ષેત્રમાં સાહસ અને આત્મવિશ્ર્વાસ બનાવી રાખે. કોઇપણ નકારાત્મક વિચારોને હાવી થવા દેશો નહિ, જો કોઇ રકમ ઉધાર લીધી હશે તો આ ગાળા દરમ્યાન ચુકવવા માટે સક્ષમ બનશો. જો આ રાશિના જાતકોના કોર્ટમાં કેસ ચાલતા હશે તો ભગવાન સૂર્યદેવની કૃપાથી તેનો ચુકાદો પોતાના પક્ષમાં આવતો જોવા મળી રહ્યો છે.
કુંભ રાશિ
15 જુનના સૂર્યદેવનું આ રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઇને આવે છે. સૂર્યની કૃપાથી જીવન સુખમય રહે. પરિવારનું સુખી અપેક્ષા અનુસાર મળનારૂ છે. સારો ધન લાભ થાય, બેરોજગારોને નોકરી માટે નવી ઓફરો આવવાની સંભાવના છે. સરકારી નોકરી મળવાના યોગ છે, સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શકાશે. કોર્ટ કચેરીના મામલામાં તરફેણમાં ચુકાદો આવે તેવી સંભાવના છે.