18 મહિનાના અંતરાલ બાદ....ચીને ભારતીયોને વિઝા આપવા શરૂ કર્યા પણ છાત્રોના મામલે કોઈ ફોડ ન પાડયો

14 June 2022 01:53 PM
India Travel World
  • 18 મહિનાના અંતરાલ બાદ....ચીને ભારતીયોને વિઝા આપવા શરૂ કર્યા પણ છાત્રોના મામલે કોઈ ફોડ ન પાડયો

વિઝાના અભાવે ચીનમાં ભણતા છાત્રોમાં ભણતર રોકતા માનસિક તનાવ અને આર્થિક નુકસાની

બીજીંગ (ચીન) તા.14
ચીન જવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે ગુડ ન્યુઝ છે. ચીને ભારતીય નાગરિકોને 18 મહિનાના અંતરાલ બાદ વિઝા આપવાનું શરૂ કરી દીધું છે, જો કે હજુ એ સ્પષ્ટતા નથી કરી કે ભારતીય છાત્રોને વિઝા આપવામાં આવશે કે નહીં.

ચીને નવેમ્બર 2020થી ભારતીયો અને ભારતથી આવતી-જતી ઉડાનો પર તાત્કાલીક અસરથી ઉડાનો પર રોક લગાવી દીધી હતી. હવે દિલ્હી સ્થિત ચીની દૂતાવાસે પોતાની વેબસાઈટમાં નોટીસ જાહેર કરી છે કે બધા ક્ષેત્રોમાં કામ અને ઉત્પાદનને ફરીથી શરૂ કરવા માટે ચીન આવનાર વિદેશી નાગરિક અને તેમની સાથે પરિવારના સભ્યો વિઝા માટે આવેદન કરી શકે છે. જો કે આમાં એ સ્પષ્ટતા નથી કે પોતાની ચીન ખાતેની કોલેજમાં જવા રાહ જોઈ રહેલા ભારતીય છાત્રો આવેદન કરી શકશે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ચીનના વિશ્વ વિદ્યાલયોમાં 22000 ભારતીય છાત્રો ભણે છે પણ વિઝા ન મળવાના કારણે તેમનો અભ્યાસ રોકાઈ ગયો છે. તેઓ માનસિક, આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement